કેનેડાના પૂર્વ PM જસ્ટિન ટ્રુડોના જલસા જુઓ, દરિયાની વચ્ચે કેટી પેરી સાથે તસવીર વાયરલ
પોપ સ્ટાર કેટી પેરીએ ઇન્સ્ટાગ્રામ પર રજાઓ દરમિયાનની કેટલીક તસવીરો શેર કરી છે, જે હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે. આ તસવીરોમાં એક ખાસ ફોટો ખૂબ વાયરલ થયો છે, જેમાં કેટી પેરી કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ગાલ પર Kiss કરતી નજરે પડે છે.

એક તસવીરમાં કેટી પેરી બીચ પર જસ્ટિન ટ્રુડોના ગાલ પર ચુંબન કરતી દેખાય છે. આ સમયે જસ્ટિન ટ્રુડો હસતા જોવા મળે છે અને કેટીને ગળે લગાવતા નજરે પડે છે. જ્યારે અન્ય એક તસવીરમાં બંને સમુદ્રમાં આનંદ માણતા દેખાય છે. આ તમામ તસવીરોનો ક્રેડિટ કેટી પેરીને આપવામાં આવ્યો છે.

કેટી પેરીએ પોતાની પોસ્ટમાં સોનાના મેપલ પાંદડાવાળા ગળાના હારનો ક્લોઝ-અપ ફોટો પણ શેર કર્યો છે. આ ઉપરાંત સાન્તાક્લોઝનો ફોટો અને ક્રિસમસ ટ્રીની તસવીર પણ પોસ્ટમાં સામેલ છે. ચાહકોને આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે અને સોશિયલ મીડિયા પર તેની ભરપૂર પ્રશંસા થઈ રહી છે.

જસ્ટિન ટ્રુડોની સાથે સાથે, કેટી પેરીએ પોતાની પોસ્ટમાં તેના ભૂતપૂર્વ સાથીદાર ઓર્લાન્ડો બ્લૂમને પણ સામેલ કર્યા છે. બંને પોતાની પાંચ વર્ષની પુત્રી ડેઝી સાથે મીણબત્તીની લાઇટમાં રાત્રિભોજન કરતા જોવા મળે છે. ટેબલ પર તેમની બેઠકો સામે તેમના નામ લખેલા કાર્ડ પણ દેખાય છે. એક તસવીરમાં ઓર્લાન્ડો બ્લૂમ પોતાની પુત્રી સાથે રમતા નજરે પડે છે.

કેટી પેરી પોતાની પુત્રી સાથે મસ્તી કરતી અને એક ડાન્સિંગ શોનો ફોટો પણ શેર કરે છે. આ સમગ્ર પોસ્ટને તેણે “Holidays” કેપ્શન આપ્યું છે. એક યુઝરે ટિપ્પણી કરી છે, “નવી કેનેડિયન ક્વીન,” જ્યારે અન્ય ઘણા ચાહકો કેટી પેરી અને જસ્ટિન ટ્રુડોના ફોટાની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા લોકોએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે અને હાર્ટ ઇમોજી દ્વારા પ્રેમ વ્યક્ત કર્યો છે.

એક તસવીરમાં કેટી પેરી મોટા અને ફેન્સી ચશ્મા પહેરેલી જોવા મળે છે, જેમાં “2026” લખેલું છે. તે સાથે તેણે “હેપ્પી ન્યૂ યર” લખેલી ટોપી પણ પહેરી છે. કેટી પેરી અને જસ્ટિન ટ્રુડો તાજેતરમાં તેમના સંબંધોને કારણે ચર્ચામાં રહ્યા છે. બંનેને સાથે ડિનર ડેટ પર પણ અનેકવાર જોવામાં આવ્યા છે, અને હવે આ તસવીરો ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે.
હવે USAના નિશાને, ભારત, ચીન, બ્રાઝિલ ! 500 ટકા ટેરિફ લાદવા તૈયારી
