Breaking News : ગાંધીનગરમાં ટાઈફોઈડ બાદ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો, 25 દિવસ પહેલા યુવક રાજસ્થાનથી પશુઓ લાવ્યો હતો
ગાંધીનગરમાં ટાઈફોઈડ બાદ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતા પશુપાલન વિભાગ અને આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. યુવાનના સેમ્પલ લઈને પુના મોકલવામાં આવ્યા છે.ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર આખરે છે શું? જાણો
ગાંધીનગરના પિંડારડા ગામમાં 26 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવાન પશુપાલન સાથે સંકળાયેલ છે.ગાંધીનગરમાં ટાઈફોઈડ બાદ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતા પશુપાલન વિભાગ અને આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે.પશુપાલન વિભાગે પશુઓના બ્લડ સીરમના 6 સેમ્પલ લીધા હતા. રોગ પશુઓમાં ન ફેલાય તે અંગે પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.25 દિવસ પહેલા યુવક રાજસ્થાન અને પાલનપુરથી પશુઓ લાવ્યો હતો.10 દિવસથી બીમાર હોવાથી યુવકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલું છે.યુવકના સેમ્પલ લઈ પુના મોકલવામાં આવ્યાં છે. ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર આખરે છે શું?
શું હોય છે કોંગો ફીવર
કોંગો ફીવર એક ગંભીર બીમારી છે. જે ક્રાઈમેન -કાંગો હેમોરેજિક ફીવર (CCHF) વાયરસના કારણે થાય છે. આ વાયરસ મુખ્ય રીતે ટિક્સ અને અન્ય જંતુઓ (ઈતડીઓ)દ્વારા ફેલાય છે. આ તાવથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
કોંગો ફીવરના લક્ષણો
કોંગો ફીવરના લક્ષણોની વાત કરીએ તો તાવ આવવો સામન્ય લક્ષણ છે. કેટલાક દિવસ સુધી તાવ ન જાય તો આ કોંગો ફીવરના લક્ષણો હોય શકે છે.
બીજું લક્ષણ માથાનો દુખાવો છે. જે ગંભીર હોય છે. જો દવા લીધા બાદ પણ તમારું માથું દુખે છે તો તરત જ ડોક્ટરની સલાહ લો,સ્નાયુઓમાં દુખાવો થાય છે. જે કોંગો ફીવરનું સામાન્ય લક્ષણ છે.જે આખા શરીરમાં ફેલાય જાય છે. ધીમે ધીમે શરીર દુખવા લાગે છે. આ સાથે ઉલટી પણ થાય છે. કેટલીક વખત તો કોંગો ફીવરના દર્દીને લોહીની ઉલટી પણ થાય છે.
ટાઈફોઈડ બાદ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર આખરે છે શું? એ સવાલ ચોક્કસ ઉદભવતો હશે. તો તમને જણાવી દઈએ આ રોગ ખાસ કરી પશુઓ દ્વારા ફેલાય છે. ઈતરડીના કરડવાથી કોંગો વાયરસની અસર થતી હોય છે અને આ ઈતરડી ગાય તેમજ ભેંસ જેવા પશુમાંથી મળી આવતી હોય છે. માલધારીઓ અને પશુપાલકોને આ રોગ થવાની શક્યતા વધુ છે.તમને જણાવી દઈએ કે, ગાંધીનગરમાં તાજેતરમાં ટાઇફોઇડના વધુ 14 નવા કેસ નોંધાયા છે, જ્યારે સારવાર બાદ 18 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ શહેરમાં આશરે 80 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.
ગુજરાત રાજ્યનાં રાજકારણનું પાટનગર એટલે ગાંધીનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે. અહી ક્લિક કરો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
