Travel With Tv9 : વલસાડથી માત્ર 60 કિમીના અંતર પર આવેલું છે ગુજરાતનું સુંદર હિલ સ્ટેશન, વેલેન્ટાઈન દિવસને બનાવો વધુ રોમેન્ટીક
હવે વેલેન્ટાઈન દિવસને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના લોકો મૂંઝવણમાં પડતા હોય છે કે વેલેન્ટાઈન ડે ને ખાસ બનાવવા માટે ક્યાં સ્થળની મુલાકાત લઈ શકાય. ત્યારે અમે આજે એવા સ્થળ વિશે માહિતી આપીશું કે ત્યાં વેલેન્ટાઈન ડેની ઉજવણી વધુ યાદગાર બનશે.

ગુજરાતમાં આવેલું વિલ્સન હિલ સ્ટેશન ખૂબ જ સુંદર છે. અહીં લોકો દૂર દૂરથી પ્રવાસ માટે આવતા હોય છે. વિલ્સન હિલસ્ટેશન પર તમે સનસેટ પોઈન્ટ, બગીચા અને વ્યુપોઈન્ટ સહિતના અનેક નજારાને નિહાળી શકો છો.

વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટેની સૌથી બેસ્ટ જગ્યા છે. તમે આ હિલ સ્ટેશન પર વલસાડ સુધી ટ્રેનમાં આવી શકો છો. ત્યાંથી બસમાં અહીં પહોચી શકો છો. વિલ્સન હિલનું મુખ્ય આકર્ષણ તેની આસપાસ આવેલા લેન્ડસ્કેપ, ખીણ અને જંગલોનું મનોહર દ્રશ્ય પ્રદાન કરે છે.

તમે આ હિલ સ્ટેશન પર સનસેટ પોઈન્ટ પણ જોઈ શકો છો. જે તમને સાંજે 5 થી 7 વાગ્યા સુધીમા તમે જોઈ શકો છો. જ્યાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી ચૂકવવામાં આવતી નથી.

તમે કવિ પીઠની પણ મુલાકાત લઈ શકો છો. ત્યાં કવિઓની સ્મૃતિને સમર્પિત ઐતિહાસિક સ્થળ આવેલું છે. જેની મુલાકાત તમે લઈ શકો છો. જ્યાં તમે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમય પસાર કરી શકો છો.

વિલ્સન હિલથી લગભગ 15-20 કિમી દૂર વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. આ પ્રકૃતિ પ્રેમીઓ અને વન્યજીવન ઉત્સાહીઓ માટે એક ઉત્તમ સ્થળ છે. આ ઉદ્યાનમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની સમૃદ્ધ વિવિધતા છે, જેમાં દીપડા, વાઘ અને વિવિધ પક્ષીઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. આ ઉદ્યાનમાં સારી રીતે જાળવણી કરાયેલા રસ્તાઓ અને જોવાલાયક સ્થળો છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનની એન્ટ્રી ફી 20 રુપિયા છે.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.






































































