Travel Tips : ચોમાસામાં ફરવાની સાથે સ્વાદ રસિકો માટે બેસ્ટ છે આ સ્થળ
ગુજરાતમાં અનેક પર્યટન સ્થળો માટે ફેમસ છે. ગુજરાતમાં આવેલા ફરવા લાયક સ્થળો જેટલા ફેમસ છે. તેટલા જ ગુજરાતના કેટલાક સ્થળો તેની ફેમસ ડીશ માટે ફેમસ છે. તો તમે પણ ફ્રેન્ડને લઈ બનાવી લો આ સ્થળ પર ફરવા અને ડિશ ટેસ્ટ કરવાનો પ્લાન.

ચોમાસામાં ધુમ્મસવાળા રસ્તાઓ અને જંગલની ટ્રિપ કરવાની કાંઈ અલગ જ મજા હોય છે. પછી અમદાવાદનું પોલો ફોરેસ્ટ હોય, સુરતનું સાપુતારા હોય કે વડોદરાનું જાંબુઘોડા હોય, અને જૂનાગઢનું ગીરનાર પર્વત હોય, પ્રવાસી આ સ્થળોની એક વખત જરુર મુલાકાત લે છે.સાથે કેટલાક એવા સ્થળો છે. જ્યાંનુ ફુડ ખુબ જ ફેમસ છે.

અમદાવાદના ક્રિસ્પી દાળ વડાથી લઈને ભાવનગરના ગાંઠિયા સુધી અને જૂનાગઢના ગીરનારનો કાવો દરેક શહેર ચોમાસાની ઋતુમાં પોતાનો એક અનેરો સ્વાદ ઉમેરે છે.ગોટા કે મેથીના ગોટા એક પ્રકારનું ગુજરાતી ફરસાણ છે, જેમાં મેથીની લીલી ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. મહેસાણાના મેથીના ગોટા ખુબ જ ફેમસ છે.

ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે અને કેમ ન હોય, અહીંનું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ છે. જો તમે પણ ગુજરાત ફરવા આવી રહ્યા છો અથવા ગુજરાતી ભોજન ખાવા માંગો છો હો, તો ભાવનગરના ગાંઠિયા જરુર ટેસ્ટ કરજો અને સાથે પેક કરીને થોડા ઘરે પણ લેતા જજો. આમ પણ ગુજરાતીઓના નાસ્તામાં જરુર ગાંઠિયા હોય છે.

દાળ વડાનું નામ આવે એટલે સૌથી પહેલા લોકોના મોંઢામાં પાણી આવી જાય છે. અમદાવાદના દાળ વડા ખુબ જ ફેમસ છે. અમદાવાદીઓ વરસાદ આવતા જ દાળવડા ખાવા માટે પહોંચી જાય છે. પછી ઓફિસ હોય કે ઘર ચોમાસામાં દાળવડાની પાર્ટી એક વખત જરુર થાય છે.

ધુધરા આમ તો તહેવારોમાં આપણે ધુધરા માવાના બને છે. પરંતુ જામનગરના ધુધરાની તો વાત જ કાંઈ અલગ છે. તેમાં પણ તીખી, ખટ્ટી મીઠ્ઠી, ખાટી ચટણી અને મસાલા સીંગ સાથે ધુધરા ખાવની મજા અલગ જ છે. જામનગરમાં તમને દરેક જગ્યાએ ધુધરાની દુકાન જોવા મળશે.

જો ફેમસ ફુડ ડિશ વાત આવે તેમાં રાજકોટ રહી જાય તેમ ન ચાલે. રાજકોટના ભજીયા ખુબ જ ફેમસ છે. તેમાં પણ ભજીયામાં તમને અલગ અલગ વેરાયટી જોવા મળે છે. બટેટા વડા, મરચાંના ભજીયા, વેજીટેબલ ભજીયા,ડુંગળીના ભજીયા,

જો તમે પણ પરિવાર કે મિત્રો સાથે આ સ્થળો પર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આ ફેમસ ડીશ જરુર ટેસ્ટ કરજો. (all photo : canva)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
