Travel Tips : ટ્રેનમાં મુસાફરી કરશો તો સમય બગાડ્યા વગર પહોંચી જશો ગોવા, જોઈ લો ગોવાના ફેમસ સ્થળો
ગોવા (Goa)સમુદ્ર વિસ્તાર,મજેદાર નાઈટલાઈફ, ટેસ્ટી સી ફુડ વગેરે માટે ખુબ લોકપ્રિય છે. ગોવામાં એકથી વધારે સુંદર ટુરિસ્ટ પ્લેસ અને એડવેન્ચર એક્ટિવિટી પણ છે. ગોવામાં ફરવા માટે તમારે દિવસો ઓછા પડશે. તેટલા સ્થળો આવેલા છે.

જો તમે પણ ઓક્ટોમ્બર-નવેમ્બર મહિનામાં પરિવાર , ફ્રેન્ડ અથવા પત્ની સાથે ગોવા ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આ એકદમ પરફેક્ટ સમય છે.આજે અમે તમને જણાવીશું કે, ગોવામાં ફરવા માટે ક્યાં સ્થળો સુંદર છે. તેમજ અહી તમે એડવેન્ચર એક્ટિવિટીનો પણ આનંદ માણી શકો છો.

બાગા બીચ ગોવામાં સૌથી સુંદર સમુદ્ર વિસ્તારમાંથી એક છે. ગોવા ટ્રિપની શરુઆત તમારે આ બીચથી કરવી જોઈએ. અહી તમને અનેક એડવેન્ચર એક્ટિવિટી જેમ કે, જેટ સ્કી, સ્પીડ બોટ, સ્કુબા -ડાઈવિંગ,પેરાસેલિંગ, વેકબોર્ડિંગ, વિંડસર્ફિંગ વગેરેની મજા માણી શકો છો. આ સાથે સ્વાદિષ્ટ ભોજનનો પણ આનંદ માણી શકો છે. અહીનું શાંત વાતાવરણ તમારા બધા ટેન્શનને દુર કરશે.

અગુઆડા કિલ્લો સૌથી ફેમસ પર્યટન સ્થળોમાંનું એક છે. ગોવામાં તમારા પહેલા દિવસે મુલાકાત લેવા માટે આ એક લોકપ્રિય સ્થળ છે. અગુઆડા બીચ પાસે સ્થિત, તે અરબી સમુદ્રના અદભુત નજારાનો જોઈ શકો છે. જો તમે ઇતિહાસના શોખીન છો, તો તમારે આ કિલ્લો જોવા માટે પણજીથી લગભગ 18 કિલોમીટર દૂર મુસાફરી કરવાની જરૂર પડશે.

જો તમે ગોવાની બે દિવસની સફરનું આયોજન કરી રહ્યા છો, તો તમારા લિસ્ટમાં અગુઆડા કિલ્લાનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં. આ કિલ્લો દરરોજ સવારે 9:30 થી સાંજે 6:00 વાગ્યા સુધી ખુલ્લો રહે છે.

જો તમારે ગોવા જવું છે, તેમજ તમારે સમય બગાડવો નથી. તો તમે ટ્રેનની મુસાફરીનો વિકલ્પ પસંદ કરી શકો છો. સ્લીપર અથવા 3AC ટ્રેન પસંદ કરી શકો છો.અમદાવાદથી ગોવા માટે ટ્રેનનો સમય આશરે 19–21 કલાક છે. ટ્રેનની બુકિંગ માટે તમે રેલવેની વેબસાઈટ પર જઈ શકો છો.

ગોવાના સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંનું એક મહાલક્ષ્મી મંદિર છે, જે દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આ મંદિર 15મી સદીની આસપાસ સ્થાપિત થયું હતું. દેવી લક્ષ્મીની ચાર ભુજાવાળી મૂર્તિ કાળા પથ્થરમાંથી કોતરેલી છે. મંદિરનો પ્રવેશદ્વાર ધનુષ્ય આકારનો છે. જો તમે પરિવાર અથવા મિત્રો સાથે ગોવાની બે દિવસની સફરનું આયોજન કરી રહ્યા છો, તો બીજા દિવસ માટે મહાલક્ષ્મી મંદિર એક શ્રેષ્ઠ પસંદગી છે. મંદિર દરરોજ સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

જો ટ્રિપ પર ગયા છો. તો શોપિંગ વગર તમારી ટ્રિપ અધુરી છે.તમે ગોવાના બે દિવસના પ્રવાસ પર હોવ કે અઠવાડિયાના પ્રવાસ પર, ગોવાના બજારોની મુલાકાત લીધા વિના તમારી સફર અધૂરી છે.

માપુસા બજાર ગોવાના સૌથી ફેમસ બજારોમાંનું એક છે. દર શુક્રવારે અહી માર્કેટ ભરાય છે. તમને અહીં લગભગ અનેક વેરાયટી મળશે. ફળો, બદામ, મસાલા, શાકભાજી, કપડાં અને વિવિધ મૂર્તિઓ. અહીં ખરીદી કરવાથી તમારી સફર યાદગાર બનશે.

આ સ્થળો ઉપરાંત, તમે તમારા ઉત્તર ગોવાના પ્રવાસમાં વાગાટોર બીચ, કેલાંગુટ બીચ, કેન્ડોલિમ બીચ, હાઉસીસ ઓફ ગોવા મ્યુઝિયમ, સે કેથેડ્રલ, અંજુના બીચ, રીસ મેગોસ ફોર્ટ જેવા સુંદર સ્થળોનો પણ સમાવેશ કરી શકો છો. (ALL Photo: PTI)
Travel Tips : યાત્રિકો માટે ખુશખબર, દ્વારકા-સોમનાથ અને હરિદ્વાર વચ્ચે સીધી ટ્રેન મળશે અહી ક્લિક કરો
