‘ઠોકો તાલી’, નવજોતસિંહ સિદ્ધુએ 5 મહિનામાં ઘટાડ્યુ 33 કિલો વજન- જુઓ તસવીરો
પૂર્વ ભારતીય ક્રિકેટર અને રાજનેતા નવજોતસિંહ સિદ્ધુ છેલ્લા થોડા દિવસોથી તેમની પત્ની નવજોત કૌરના કેન્સર ફ્રી થવામાં દેશી ઉપચારોનું સમર્થન કરવાને લઈને ચર્ચામાં છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અને નવજોત સિંહ સિદ્ધુએ 5 મહિનામાં 33 કિલો વજન ઘટાડ્યુ છે. સિદ્ધુએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેની વેટ લોસ જર્ની વિશે તેની બિફોર આફ્ટર ફોટો શેર કરી જણાવ્યુ છે. 61 વર્ષની ઉમરે સિદ્ધુનું આ ટ્રાન્સફોર્મેશન જોઈ સહુ કોઈ તેની પ્રશંસા કરી રહ્યા છે.

હવે સવાલ એ છે કે સિદ્ધુએ તેનુ વજન કેવી રીતે ઘટાડ્યુ. આપને જણાવી દઈએ કે સિદ્ધુએ વેટ ટ્રેનિંગની સાથે વોકિંગને પણ તેના રૂટિનમાં સામેલ કર્યુ હતુ.

આ સાથે જ સિદ્ધુએ તેના ડાયેટને પણ એ પ્રમાણે મોલ્ડ કર્યુ કે તેમનુ વજન ઘટે. પૂર્વ ક્રિકેટરે તેના માટે સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કર્યુ. તેમણે તેની વેટ લોસ જર્નીનું પાછળ મુખ્ય પરિબળ યોગા, એક્સરસાઈઝ, પ્રાણાયામને ગણાવ્યુ અને તેને વેટલોસનું તમામ ક્રેડિટ આપ્યુ છે.

સિદ્ધુએ લખ્યુ છે કે ઓગસ્ટ બાદથી પાંચ મહિનાથી પણ ઓછા સમયમાં મે મારુ 33 કિલો વજન ઓછુ કર્યુ છે. આ વિલપાવર, દૃઢ સંકલ્પ પ્રોસેસ અને પ્રાણાયામ, વેટ ટ્રેનિંગ અને કલાકોનું વોકિંગ અને સ્ટ્રિક્ટ ડાયેટના કારણે શક્ય બન્યુ છે. અશક્ય કંઈ જ નથી દોસ્તો.

પ્રાણાયામ શું છે? પ્રાણાયામ એક બ્રિધિંગ એક્સરસાઈઝ છે, જે માત્ર શારીરિક સુખાકારી જ નહીં પરંતુ માનસિક અને ભાવનાત્મક સંતુલન કરવામાં પણ મદદ કરે છે. દરરોજ પ્રાણાયામ કરવાથી વજન ઘટાડવામાં અને સ્થૂળતા સામે લડવામાં મદદ મળે છે. તે તમારા પાચનને ઉત્તેજિત કરીને તમારા ચયાપચયને વેગ આપે છે.

તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે પ્રાણાયામ એ તમારી વજન ઘટાડવાની યોજનાનો એક ભાગ છે, જો તમે સંપૂર્ણ પરિણામો ઇચ્છતા હોવ, તો તમારે તેની સાથે સંતુલિત આહાર, નિયમિત કસરત અને તંદુરસ્ત જીવનશૈલીને અનુસરવાની જરૂર છે.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે. આ પછી ODI ક્રિકેટ છે જે 50 ઓવર પ્રતિ ઇનિંગ્સની છે. ક્રિકેટને લગતા તેમજ ક્રિકેટર્સને લગતા આવા જ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

































































