ભારતમાં ધૂમ વેચાય છે આ ફૂડ પ્રોડક્ટ્સ, જે વિદેશમાં છે ‘BAN’! તમે પણ રોજ ખાતા હશો, જાણો

ભારતમાં અમુક ફૂડ પ્રોડક્ટ્સ ખુબ ખવાય છે. પરંતુ શું તમે જાણો છો આમાંથી ઘણી પ્રોડક્ટ્સ વિદેશમાં પ્રતિબંધિત છે. ચાલો તમને જણાવીએ આ પ્રોડક્ટ્સ વિશે.

  • Publish Date - 12:11 pm, Wed, 14 July 21 Edited By: Gautam Prajapati
1/6
મધ - 2010 માં અહેવાલ આવ્યો હતો કે દેશમાં વેચાતા બ્રાન્ડેડ મધ દૂષિત છે. સેન્ટર ફોર સાયંસ એન્ડ એન્વાયરમેન્ટે ભારતમાં વેચાતા 12 બ્રાન્ડેડ મધનું પરીક્ષણ કર્યું. જેમાંથી 11 માં 6 હાનિકારક એન્ટિબાયોટિક્સ મળી આવ્યા. જેમાં  પતંજલિ, ડાબર, હિમાલયા, વૈદ્યનાથ, ખાદી જેવી બ્રાન્ડ હતી. વિદેશમાં નિકાસ કરવા માટે, આ કંપનીઓ ધ્યાન રાખવું પડે છે કે મધમાં એન્ટિબાયોટિક્સ ન મળે કારણ કે વિદેશી દેશોમાં મધમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ પ્રતિબંધિત છે, અથવા મર્યાદિત માત્રામાં છે. પરંતુ આપણા દેશમાં એન્ટિબાયોટિક્સના ઉપયોગ પર પ્રતિબંધ નથી.

2/6
ચ્યવનપ્રાશ - બાળકોને દરરોજ આપવામાં આવતા ચ્યવનપ્રાશમાં પણ મોટી માત્રામાં લીડ અને પારો જોવા મળે છે. તેથી જ કેનેડામાં 2005 માં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ ભારતમાં તે વેચાય છે.

3/6
કિન્ડર જોય - અમેરિકામાં કિન્ડર જોયને બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. ત્યાના બજારોમાં આના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મોટી વાત તો એ છે કે તેને ખરીદીને રાખવું એ અપરાધ છે અને આના માટે તમને પોણા બે વર્ષની જેલ થઇ શકે છે.

4/6
અનપેસ્ટ્યુરાઇઝ્ડ દૂધ - યુએસ અને કેનેડામાં અનપેસ્ટ્યુરાઇઝ્ડ દૂધ પર પ્રતિબંધ છે. આરોગ્ય અધિકારીઓ કહે છે કે આ દૂધમાં ઘણાં સુક્ષ્મજીવો હોય છે, જે આરોગ્ય પર ઘાતક આડઅસર લાવે છે. જો કે, આ દૂધ ભારતમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.

5/6
રેડ બુલ - ભારતના યુવાનોમાં ખુબ લોકપ્રિય રેડ બુલ ફ્રાંસ અને ડેનમાર્કમાં બેન છે. યુરોપિયન લિથુઆનિયામાં ઓઅન 18 વર્ષથી નાની ઉંમરના લોકો માટે રેડ બુલ બેન છે. આ દેશોની સ્વાસ્થ્ય સિસ્ટમનું માનવું છે કે આનાથી હાર્ટ એટેક, ડીહાઈડ્રેશન અને હાયપરટેન્શન થઇ શકે છે.

6/6
જેલી સ્વીટ - ભારતના બાળકોમાં લોકપ્રિય જેલી સ્વીટ ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડામાં સંપૂર્ણ રીતે બેન છે. જેનું કારણ છે કે તેને સ્વાસ્થ્ય માટે હાનીકારક માનવામાં આવે છે. આ જેલીના કારણે બાળકોમાં શ્વાસ રૂંધાવાના ઘણા કેસ સામે આવ્યા બાદ પ્રતિબંધ લગાવવાના અહેવાલ છે.