Love Story : વિજય અને અંજલિ રૂપાણીની પ્રેમકથા, રાજકારણ વચ્ચેની મુલાકાતથી જીવનસાથી બનવાનો સફર
સત્તાની રમતમાં જ્યારે પ્રેમ પાંખો ફેલાવે, ત્યારે કહાની ખાસ બની જાય છે. આવી જ એક કહાની છે વિજય અને અંજલિ રૂપાણીની, જ્યાં રાજકારણ વચ્ચે પ્રેમનો અધ્યાય લખાયો.

પ્રેમ અને સત્તા, બંને માનવીના જીવનના મહત્વના ભાગ છે. પરંતુ જ્યારે સત્તાની રમતમાં પ્રેમ પાંખો ફેલાવે, ત્યારે કહાનીઓ ખાસ બની જાય છે. આવી જ કહાની છે વિજય રૂપાણી અને અંજલી રૂપાણીની, જ્યાં રાજકારણની વ્યસ્તતા વચ્ચે જન્મેલો સંબંધ ધીમે ધીમે પ્રેમમાં બદલાયો. આજે જાણીએ કે કેવી રીતે મળી આવ્યા વિજયભાઈ અને અંજલિબહેન, અને કેવી રીતે સત્તાના સંવાદો વચ્ચે ખુલ્યો પ્રેમનો અધ્યાય.

વિજય રૂપાણીનું જીવન માત્ર રાજકારણ પૂરતું જ નહોતું, તેમના જીવનમાં પત્ની અંજલી રૂપાણી સાથેનો સાદગીભર્યો અને વિશ્વાસભર્યો સંબંધ પણ ખાસ રહ્યો. વિજય રૂપાણી હવે આપણા વચ્ચે નથી. આજે અમે તમને તેમના અને તેમની પત્ની અંજલિ રૂપાણીની પ્રેમ કહાની વિશે જણાવીશું.

2 ઓગસ્ટ 1956ના દિવસે વિજય રૂપાણી મ્યાનમારની રાજધાની રંગૂનમાં જન્મ્યા હતા. એ સમયે મ્યાનમાર બર્મા તરીકે ઓળખાતું હતું. કહેવાય છે કે 1960માં તેમનાં પિતા પરિવાર સાથે રાજકોટ પાછા આવી ગયા હતા.

જૈન વણિક સમાજથી આવતા વિજય રૂપાણીના પિતા ઉદ્યોગપતિ હતા. ગુજરાતમાં વસવાટ કર્યા પછી રૂપાણીએ અહીંથી અભ્યાસ શરૂ કર્યો અને વિદ્યાર્થી સમયમાં ABVP સાથે સંકળાયા.

વિજય રૂપાણીની જેમ તેમની પત્ની અંજલીબેન પણ રાજકારણમાં પહેલેથી જ સક્રિય હતાં. તેઓએ જનસંઘ માટે કામ કર્યું હતું. વિજયભાઈ પોતે સંઘના જૂના પ્રચારક હતા.

70ના દશકામાં એવી પરંપરા હતી કે જ્યાં પ્રચારક જતો ત્યાં જમવાનું મુખ્ય કાર્યકરના ઘરમાં જ થતું. એ જ સમયે વિજયભાઈ અંજલીબહેનના સંપર્કમાં આવ્યા. વિજયભાઈ અવારનવાર પ્રચાર માટે અમદાવાદ આવતા રહેતા હતા.

અંજલીબહેનના પિતા સંઘના મહત્વના કાર્યકર હતા. એ કારણે વિજયભાઈ વારંવાર તેમના ઘરે જમવા જતાં. એવી લંચ-ડિનરની મુલાકાતો વચ્ચે બંનેમાં નિકટતા વધી અને ઓળખાણ ધીમે ધીમે પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ.

વિજયભાઈ અને અંજલીબહેનની કહાની ખૂબ સરળ હતી. પરિવારના આશીર્વાદથી બન્નેએ લગ્ન કર્યા. વિજયભાઈ વધારે એમના પ્રેમ સંબંધો વિશે કંઈ બોલતા નથી, પણ અંજલીબહેન હળવી મીઠાશથી કહે છે, ‘જ્યારે સહમતિ હોય ત્યારે લવમેરેજ પણ એરેન્જ-લવ મેરેજ બની જાય છે. અમારું પણ એવું જ હતું.
આ માહિતી પબ્લિક ડોમેનમાંથી એકત્રિત કરવામાં આવી છે. TV9 ગુજરાતી આ માહિતીની પુષ્ટિ કરતું નથી.
પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનો (Former CM Vijay Rupani) જન્મ 1956માં 2 ઓગસ્ટના રોજ મ્યાનમારના રંગુન શહેરમાં થયો હતો. વિજય રૂપાણી વિશે વધુ જાણકારી મેળવવા માટે અહીં ક્લિક કરો.
