AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિજય રૂપાણી

વિજય રૂપાણી

પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનો (Former CM Vijay Rupani) જન્મ 1956માં 2 ઓગસ્ટના રોજ મ્યાનમારના રંગુન શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ રમણિકભાઈ અને માતાનું નામ માયાબેન હતું. તેમના પત્ની અંજલિબેન પણ સ્થાનિક રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. વિજય રૂપાણી વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા હતા અને પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી એલ.એલ.બી થયા હતા. તેઓ ABVP અને RSSના સક્રિય સભ્ય રહી ચુક્યા છે. સાથે જ તેઓ ધર્મેન્દ્રસિંહજી કૉલેજનાં સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી રહી ચુક્યા છે. તેમણે જનસંઘથી રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો. ભાજપની સ્થાપના સમયથી સ્થાપનાના સમયથી એટલે કે ઈ.સ. 1971થી વિજય રૂપાણી પક્ષના કાર્યકર્તા છે. 1976માં ભારતની કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગર અને ભુજનાં જેલમાં અગિયાર મહિના સુધીનો જેલવાસ પણ ભોગવ્યો હતો. વર્ષ 1976માં વિજય રૂપાણીને M.I.S.A એક્ટ હેઠળ જેલ થઈ હતી. વિજય રૂપાણી 1978થી 1981 તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં પ્રચારક પણ રહ્યા હતા. વિજય રૂપાણી 7 ઓગસ્ટ 2016 થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 68 વર્ષની ઉમરે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેમનુ અવસાન થયુ.

Read More

કોણ બનશે ડાર્ક હોર્સ… ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પહેલા ગુજરાતને મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ, રેસમાં કોણ આગળ ? નામ જાણવા જુઓ Video

ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં મોટા ફેરફારોની તૈયારીમાં છે. 16 જુલાઈ પહેલાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત સાથે, ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ પણ મળી શકે છે. જેમાં અનેક નેતાઓના નામ ચર્ચામાં છે.

Love Story : વિજય અને અંજલિ રૂપાણીની પ્રેમકથા, રાજકારણ વચ્ચેની મુલાકાતથી જીવનસાથી બનવાનો સફર

સત્તાની રમતમાં જ્યારે પ્રેમ પાંખો ફેલાવે, ત્યારે કહાની ખાસ બની જાય છે. આવી જ એક કહાની છે વિજય અને અંજલિ રૂપાણીની, જ્યાં રાજકારણ વચ્ચે પ્રેમનો અધ્યાય લખાયો.

Ahmedabad Plane Crash : વિજય રૂપાણીનો ફ્લાઇટમાં બેસી છેલ્લો વીડિયો કોલ, જાણો કોની સાથે થઈ વાત અને શું કહ્યું ? જુઓ Video

વિજય રૂપાણીના નિધન બાદ તેમના ઘનિષ્ઠ મિત્ર મહેશભાઈએ ટીવી9 સાથે વાત કરી. તેમણે રૂપાણી સાથેના 60 વર્ષ જૂના સંબંધો અને છેલ્લી મુલાકાત યાદ કરી.

વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે અમિત શાહ, CM સહિતના રાજકીય દિગ્ગજો પહોંચ્યા, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય- Video

ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીને અંતિમ વિદાય આપવા માટે ભાજપના અનેક દિગ્ગજો આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના રાજકીય અગ્રણીઓ વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં પહોંચ્યા છે.

Breaking News : ગુજરાતના પૂર્વ CM સ્વર્ગસ્થ વિજય રુપાણીના DNA સેમ્પલ મેચ થયા – હર્ષ સંઘવી

અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા એક વ્યક્તિ સિવાય બાકીના તમામ મુસાફરો અને ક્રુ મેમ્બરનુ મોત થયું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પર સવાર હતા. જેમનું પણ કરુણ મોત થયું છે. સૂત્ર દ્વારા પ્રાપ્તથતી માહિતી અનુસાર પૂર્વ CM વિજય રૂપાણીના DNA મેચ થયા છે. જો કે હજુ DNA અંગે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. ગુજરાતના પૂર્વ CM સ્વર્ગસ્થ વિજય રુપાણીના નિધન બાદ તેમના ઘરે નેતાઓનો જમાવડો જોવા મળ્યો છે. નેતાઓ તેમના પરિવારને સાંત્વના આપી છે.

Rupani Surname History : દિવંગત વિજય રુપાણીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે રુપાણી અટકનો અર્થ શું થાય છે.

Breaking News : દિવંગત પૂર્વ CM વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન, આજે શહેરમાં અડધો દિવસ માટે બંધ પાળશે,જુઓ Video

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શહેર શોકમગ્ન છે. આજે રાજકોટ શહેર અડધો દિવસ માટે બંધ પાળશે પાળશે. ચેમ્બર ઓફ કોમર્સે આજે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું એલાન કર્યું છે.

Breaking News : દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન, PM મોદીએ આપી સાંત્વના, જુઓ Video

અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીનું નિધન થયું છે.ઘટનાની જાણ થતા જ વિજય રૂપાણીના પત્ની અંજલી રુપાણી લંડનથી ભારત આવવા માટે રવાના થયા હતા.

Ahmedabad Plane Crash News Live Updates : એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નહીં ટેમ્પામાં બેઠા હોવ તેવુ લાગેઃ ભાજપના પ્રવકત્તા જયરાજસિંહ

Ahmedabad Plane Crash : અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં 241 લોકોના મોતની એર ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે. 230 મુસાફરો સાથે 2 પાયલોટ અને 10 ક્રૂ પ્લેનમાં સવાર હતા. એક માત્ર દીવના મુસાફરનો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચાવ થયો છે.

આ તો કેવો દુ:ખદ સંયોગ: વિજય રૂપાણીનો લકી નંબર ‘1206’ જ તેમના માટે બની ગયો અપશુકનિયાળ- જુઓ Video

અમદાવાદમાં ઍર ઈન્ડિયાનું AI 171 પ્લેન ક્રેશ થયુ છે. જેમા 200થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આ ભયાનક દુર્ઘટનામાં ગુજરાતે તેના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યા છે. લંડન જતી ફ્લાઈટમાં વિજય રૂપાણી સવાર હતા. જેમા તેમનુ પણ નિધન થયુ છે.

ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીને રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય, જુઓ પરિવારમાં કોણ કોણ છે

અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીનું નિધન થયું છે.પૂર્વ CM પોતાની દિકરીને લંડન મળવા જઈ રહ્યા હતા. તેમજ આ પ્લેનમાં તેઓ પરિવાર માંથી એકલા સવાર હતા. તો આજે આપણે વિજય રુપાણીના પરિવાર વિશે વાત કરીએ.

Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીનું નિધન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે કરી પુષ્ટિ

અમદાવાદથી ઉડાન ભરનારુ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની દુર્ઘટના સામે આવી છે. ફ્લાઈડ લંડન જઈ રહી હતી એ સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીનું નિધન થયું છે.

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">