રોહિત શર્માએ ધર્મશાળા ટેસ્ટ જીત્યા બાદ બતાવ્યું, ક્રિકેટમાંથી ક્યારે લઈ લેશે સંન્યાસ!

ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 2 શાનદાર સદી નોંધાવી છે. ધર્મશાળા ટેસ્ટમાં પણ રોહિત શર્માએ સદી નોંધાવીને ભારતીય ટીમની ભવ્ય જીતનો પાયો રચ્યો હતો. ઈંગ્લેન્ડને 4-1 થી ટેસ્ટ સિરીઝમાં ધૂળ ચટાવ્યા બાદ હિટમેન રોહિત શર્માએ બતાવ્યુ છે કે, તે ક્યારે સંન્યાસ લેવાનું વિચારી રહ્યો છે.

| Updated on: Mar 09, 2024 | 5:00 PM
ભારતીય ટીમે શાનદાર જીત ધર્મશાળા ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે મેળવી છે. ભારતીય ટીમે ધર્મશાળામાં એક ઈનીંગ અને 64 રનથી જીત મેળવી છે. ઈંગ્લેન્ડનો સિરીઝમાં આ સળંગ ચોથો પરાજય ભારત સામે નોંધાયો છે. ઈંગ્લેન્ડ સામે જીત બાદ રોહિત શર્માએ પોતાના સંન્યાસના વિચારને લઈને પણ નિવેદન કર્યુ છે.

1 / 6
રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં સૌથી ટોચ પર મજબૂતાઈ સાથે બરકરાર છે. આમ ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં દબદબો બનાવી રાખ્યો છે.

2 / 6
સુકાની રોહિત શર્માનું સિરીઝમાં ટીમ ઈન્ડિયાના દબદબાભેર વિજયમાં મહત્વની ભૂમિકા રહી છે. રોહિત શર્માએ સિરીઝમાં બે સદી નોંધાવી છે. ધર્મશાળામાં પણ તેણે સદી નોંધાવીને જીતનો પાયો નાંખ્યો હતો.

3 / 6
બેટિંગમાં અનુભવી ખેલાડીઓ વિનાની ટીમ સાથે ભારત ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે મેદાને ઉતર્યુ હતુ. બુમરાહને ટીમ મેનેજમેન્ટે આરામ આપવો પડ્યો હતો.પેસ એટેકમાં પણ બે બોલર ઓછો અનુભવ ધરાવતા હતા. આવી સ્થિતિમાં પડકારો વચ્ચે સુકાની રોહિત શર્માએ ટીમને સિરીઝમાં જ્વલંત વિજય અપાવ્યો છે.

4 / 6
સિરીઝની અંતિમ ટેસ્ટ મેચના પરિણામ બાદ સુકાની રોહિત શર્માએ જતિન સપ્રુ સાથે વાતચીત કરવા દરમિયાન બતાવ્યુ હતુ કે, તે સંન્યાસ માટે કેવી પરિસ્થિતિ પસંદ કરશે. રોહિતે બતાવ્યુ કે, જે એક દિવસ હું જાગીશ અને મને એમ અહેસાસ થશે કે, હું સારુ નથી કરી રહ્યો તો તરત જ સંન્યાસ લઈ લઈશ. જોકે હું હાલમાં જીવનમાં સૌથી શ્રેષ્ઠ ક્રિકેટ હાલમાં રમી રહ્યો છું.

5 / 6
રોહિત શર્મા 59 ટેસ્ટ મેચ અત્યાર સુધીમાં રમી ચુક્યો છે. જેમાં તેણે 1 બેવડી, 12 સદી અને 17 અડધી સદી નોંધાવી છે. હિટમેને ટેસ્ટ ક્રિકેટમાં 212 રનની શ્રેષ્ઠ વ્યક્તિગત ઈનીંગ રમી છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">