ટાટા મોટર્સ વધુ એક ઈલેક્ટ્રિક કાર કરશે લોન્ચ, જાણો તેના ફીચર્સ અને કિંમત
ટાટા મોટર્સ વર્ષ 2024ની તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહ્યું છે. ટાટાએ આ કાર માટે બુકિંગ પણ શરૂ કરી દીધું છે, આ કાર તમે 21,000 રૂપિયા ટોકન ચૂકવીને બુક કરાવી શકો છો. ટાટા મોટર્સ 17 જાન્યુઆરીએ આ ઈલેક્ટ્રિક મોડલને લોન્ચ કરશે. આ કારમાં બે બેટરી પેકનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

ટાટા મોટર્સ વર્ષ 2024ની તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહ્યું છે. ટાટાએ આ કાર માટે બુકિંગ પણ શરૂ કરી દીધું છે, આ કાર તમે 21,000 રૂપિયા ટોકન ચૂકવીને બુક કરાવી શકો છો.

ટાટા મોટર્સ 17 જાન્યુઆરીએ ટાટા પંચના ઈલેક્ટ્રિક મોડલને લોન્ચ કરશે. આ કારમાં બે બેટરી પેકનો ઓપ્શન આપવામાં આવ્યો છે, જેમાં મધ્યમ રેન્જ અને લોંગ રેન્જ આપવામાં આવી છે.

આ સાથે કંપનીએ નવી ટાટા પંચના ઈલેક્ટ્રિકમાં સનરૂફ અને સનરૂફ વગરનો વિકલ્પ પણ આપ્યો છે. આ ઇલેક્ટ્રિક માઇક્રો એસયુવીને બે ચાર્જિંગ વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવશે, જેમાં 7.2kw ફાસ્ટ હોમ ચાર્જર અને 3.3kw વોલબોક્સ ચાર્જર હશે.

ટાટા પંચ 4 મોનોટોન અને 5 ડ્યુઅલ ટોન કલરમાં ઉપલબ્ધ હશે, જેમાં મોનોટોન સીવુડ ગ્રીન, ડેટોના ગ્રે, ફિયરલેસ રેડ અને પ્રિસ્ટીન વ્હાઇટ શેડ્સ હશે. આ સાથે ડ્યુઅલ ટોન પેઇન્ટમાં નવો ઓક્સાઈડ કલર પણ છે.

ટાટા પંચ EVમાં LED હેડલેમ્પ, સ્માર્ટ ડિજિટલ LED ડાયનેમિક રનિંગ લેમ્પ, મલ્ટી મોડ રિજન, ઇલેક્ટ્રિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, 6 એર બેગ જેવી સુવિધાઓ હશે. આ માઇક્રો એસયુવી ઓટો હોલ્ડ ફંક્શન સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેકથી સજ્જ હશે.

આ ઉપરાંત પંચ EVના એમ્પાવર્ડ ટ્રીમમાં 16 ઇંચ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, AQI સાથે એર પ્યુરિફાયર, 17.78 ઇંચ ડિજિટલ કોકપિટ, SOS ફંક્શન અને 16.03 સેમી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે. તેના ટોપ વેરિઅન્ટમાં 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા, બ્લાઈન્ડ સ્પોટ વ્યૂ મિરર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ અને વાયરલેસ ફોન ચાર્જર જેવા ફીચર્સ હશે.

ટાટા પંચ EV કારની કિંમતની વાત કરીએ, તો આ કારની અંદાજીત કિંમત રૂપિયા 10થી લઈને 14 લાખ વચ્ચે હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
