'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ

21 ડિસેમ્બર, 2024

'ચાંદ સિફારીશ' ગીત પર ક્લાસિકલ ડાન્સ કરતી એક છોકરીનો વીડિયો વાયરલ થયો છે, જેના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.

છોકરીએ એટલી સરળતાથી એવા સુંદર મૂવ્સ કર્યા કે લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને જોતાં રહી ગયા છે.

ક્લિપની અન્ય વિશેષતા એ છે કે છત પર બેઠેલું પક્ષી, જાણે તે છોકરીના શાસ્ત્રીય નૃત્ય પ્રદર્શનની પ્રશંસા કરી રહ્યું છે.

યુવતીની ઓળખ દિલ્હીની શ્રેયશી પોલ તરીકે થઈ છે, જેણે પોતાની ઈન્સ્ટા પ્રોફાઈલમાં પોતાને એક ડાન્સર ગણાવી છે.

30 નવેમ્બરે શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં તેને 15 હજાર લાઈક્સ મળી ચૂકી છે.