સુરતની ખ્યાતિએ મહારાષ્ટ્રમાં યોજાયેલી અલ્ટ્રા મેરાથોનમાં કરી કમાલ, 300 કિમી દોડી દેશમાં બીજુ સ્થાન મેળવ્યુ

આ દોડ શરૂ કરવા પહેલા તમામ પાર્ટિસિપેન્ટનું મેડિકલ ચેકઅપ થાય છે જેમાં બ્લડ પ્રેશર ચેકઅપ ,યુરીન ટેસ્ટ ,સુગર લેવલનું ચેક અપ સાથે અન્ય તપાસ કરીને આ દોડ શરૂ કરવામાં આવતી હોય છે. ભારતના 3 અને ઓસ્ટ્રેલિયાના 1 પાર્ટીસિપિન્ટે આ દોડ પૂર્ણ કરી હતી. જેમાં ખ્યાતિ પટેલે ગુજરાતની પ્રથમ મહિલા અને ભારત દેશની સિંગલ સ્ટેજ રેસમાં બીજી મહિલાનો ખિતાબ મેળવ્યો છે.

Sanjay Chandel
| Edited By: | Updated on: Mar 02, 2024 | 1:50 PM
બ્લુ બ્રિગેડ રનીંગ ક્લબ ઇન્ડિયા દ્વારા વિવિધ પ્રકારની મેરેથોન અને અલ્ટ્રા મેરેથોન યોજાતી હોય છે. આ વખતે 14 ફેબ્રુઆરી,2024 ના રોજ મહારાષ્ટ્રના નાસિક શહેરમાં આવેલી સૈયદરી ફાર્મથી અલ્ટ્રા મેરેથોન યોજાઈ હતી. આ અલ્ટ્રા મેરેથોન માં ભારત દેશ સહિત અન્ય દેશોના આશરે 10 લોકોએ ભાગ લીધો હતો.જેમાં ઓસ્ટ્રેલિયાના 2 રનર અને ભારતના દિલ્હી, પુને, મુંબઈ, ચેન્નઈ,ગુજરાત અન્ય રાજ્યના રનર જોડાયા હતા.

1 / 8
સુરત શહેરની 48 વર્ષની ખ્યાતિ કેયુરભાઈ પટેલે વર્ષ 2015થી જ ફીટનેશ માટે દોડવાનું શરુ કર્યુ હતુ.તેણે શરુઆત 50 કિલોમીટરની દોડથી કરી હતી, ત્યાર પછી 50 કિલોમીટરની 4 મેરેથોન ,100 કિલોમીટરની 4 મેરેથોન ,160 કિમીની 1 મેરેથોન ,220 કિમીની 1 મેરેથોન દોડી ફિટનેસને પ્રોત્સાહન આપ્યું છે. આ વર્ષે 2024માં 300 કિમીની દોડ પૂર્ણ કરીને ખ્યાતિ પટેલ ગુજરાતની પ્રથમ મહિલા અને ભારત દેશની સિંગલ સ્ટેજ રેસમાં બીજી મહિલાનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

2 / 8
મહારાષ્ટ્રના નાસિકના સૈયદરી ફાર્મ ખાતે આ અલ્ટ્રા મેરેથોન શરૂ થઈ હતી. 76 કલાકમાં આ 300 કિમીની અલ્ટ્રા મેરેથોનમાં ફક્ત 10% જેવો રસ્તો સીધો અને દોડવા જેવો હતો, બાકીનો 90% રસ્તો  ખરબચડા પથ્થરવાળો હતો.જેમાં ચાલી પણ ન શકાય તેવા રસ્તા ઉપર 300 કિલોમીટરની દોડ પૂર્ણ કરી છે.

3 / 8
આ દોડ શરૂ કરવા પહેલા તમામ પાર્ટિસિપેન્ટનું મેડિકલ ચેકઅપ થાય છે જેમાં બ્લડ પ્રેશર ચેકઅપ ,યુરીન ટેસ્ટ ,સુગર લેવલનું ચેક અપ સાથે અન્ય તપાસ કરીને આ દોડ શરૂ કરવામાં આવતી હોય છે. ભારતના 3 અને ઓસ્ટ્રેલિયાના 1 પાર્ટીસિપિન્ટે આ દોડ પૂર્ણ કરી હતી. જેમાં ખ્યાતિ પટેલે ગુજરાતની પ્રથમ મહિલા અને ભારત દેશની સિંગલ સ્ટેજ રેસમાં બીજી મહિલાનો ખિતાબ મેળવ્યો છે.

આ દોડ શરૂ કરવા પહેલા તમામ પાર્ટિસિપેન્ટનું મેડિકલ ચેકઅપ થાય છે જેમાં બ્લડ પ્રેશર ચેકઅપ ,યુરીન ટેસ્ટ ,સુગર લેવલનું ચેક અપ સાથે અન્ય તપાસ કરીને આ દોડ શરૂ કરવામાં આવતી હોય છે. ભારતના 3 અને ઓસ્ટ્રેલિયાના 1 પાર્ટીસિપિન્ટે આ દોડ પૂર્ણ કરી હતી. જેમાં ખ્યાતિ પટેલે ગુજરાતની પ્રથમ મહિલા અને ભારત દેશની સિંગલ સ્ટેજ રેસમાં બીજી મહિલાનો ખિતાબ મેળવ્યો છે.

4 / 8
ખ્યાતિ કેયુરભાઈ પટેલે જણાવ્યું હતું કે સખત ચાર મહિનાની મહેનત બાદ આ પરિણામ હાસલ થયો છે. ખ્યાતિ પટેલે અઠવાડિયાના પાંચ દિવસ સવારે 3:30 વાગે ઊઠીને 3થી લઈને 7 કલાક સુરત શહેરના રસ્તા ઉપર આ પ્રેક્ટિસ કરી છે, સુરત કેબલ બ્રિજ અને અન્ય બ્રિજ ઉપર પ્રેક્ટિસ કરવામાં આવતી હતી, જે તેમના માટે લાભદાયક રહી.

5 / 8
ખ્યાતિ પટેલની ડાયટની વાત કરીએ તો તેણે ચાર મહિનામાં અનહાઇજેનિક ફૂડનો ત્યાગ કરી આરોગ્યપ્રદ ફૂડ ખાવાનું શરૂ કર્યું હતું, જેમાં દોડતા પહેલા કાર્બોહાઇડ્રેટ્સ ત્યાર પછી રિકવરી માટે પ્રોટીન સાથે ડ્રાયફ્રુટ ,ખજૂર જેવા ખોરાકનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

6 / 8
ખ્યાતિએ જણાવ્યુ કે આ 300 કિમીની દોડમાં 150 કિલોમીટર દોડ પૂર્ણ કરી હતી, ત્યારે મને લાગ્યું હતુ કે હવે આ મેરેથોન કદાચ મારાથી પૂર્ણ નહીં થાય, પરંતુ મારી સપોર્ટ ટીમમાં હાજર રહેલા મારા પતિ કેયુર અને દીકરો પ્રાર્થિષ્ઠ પટેલ અને ગાઈડ તેજલ મોદી ની સાથે મારા અન્ય સપોર્ટર જતીન બજાજ ,પરેશ પાલા ,દિનેશ પટેલ ,અર્પણ ઝાલા ,અંકુર હસોતી ,ચિંતન ચંદારાણાના મોટીવેશનથી આ 300 કિલોમીટરની દોડ પૂર્ણ કરી છે. 76 કલાકમાં દિવસના 37 ડીગ્રી અને રાત્રે 15 ડિગ્રીના ટેમ્પરેચરમાં આ 300 કિલોમીટરની દોડ પૂર્ણ કરી છે. પૂર્ણ કરવા માટે મેન્ટલી અને ફિઝિકલી પ્રિપેર રહેવું ખૂબ જ જરૂરી છે.

7 / 8
વધુમાં ખ્યાતિ પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ કામ કરવા પહેલાં તમને ડિસિપ્લિન રીતે મેન્ટલી નિશ્ચય કરી તો એ કામ પૂર્ણ જ થાય છે. ભવિષ્યમાં હું મારું પોતાનું રેકોર્ડ બ્રેક કરું એવી આશા રાખું છું.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">