Super Blue Moon 2023 : ભારતમાં આજે આ સમયે દેખાશે સુપર બ્લુ મૂન, જાણો અદ્દભુત ખગોળીય ઘટનાની રોંચક વાતો
Super blue moon 2023 News : ચંદ્રનું એક ચક્ર 29.5 દિવસનું છે. જ્યારે પૂર્ણ ચંદ્ર કેલેન્ડર મહિનામાં બે વાર આવે છે, ત્યારે તેને 'બ્લુ મૂન' કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 1લી ઓગસ્ટ 2023ના રોજ પૂર્ણ ચંદ્ર હતો, હવે બીજી પૂર્ણિમા 30મી ઓગસ્ટના રોજ આવી રહી છે, તેથી તેને બ્લુ મૂન કહેવામાં આવે છે.

30મી ઓગસ્ટ એટલે કે આજનો ચંદ્ર ખૂબ જ ખાસ છે. આજે પૂર્ણ ચંદ્ર, સુપરમૂન અને બ્લુ મૂન એક સાથે જોવા મળશે. આ ખગોળીય ઘટનાને 'સુપર બ્લુ મૂન' કહેવામાં આવે છે.

ચંદ્રનું એક ચક્ર 29.5 દિવસનું છે. જ્યારે પૂર્ણ ચંદ્ર કેલેન્ડર મહિનામાં બે વાર આવે છે, ત્યારે તેને 'બ્લુ મૂન' કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 1લી ઓગસ્ટ 2023ના રોજ પૂર્ણ ચંદ્ર હતો, હવે બીજી પૂર્ણિમા 30મી ઓગસ્ટના રોજ આવી રહી છે, તેથી તેને બ્લુ મૂન કહેવામાં આવે છે.

અહીં બ્લુ મૂન શબ્દનો ચંદ્રના રંગ સાથે કોઈ સંબંધ નથી. આ ટ્રેન્ડ વર્ષ 1940 થી શરૂ થયો હતો કે જો એક જ મહિનામાં બે પૂર્ણિમા આવે છે, તો બીજી પૂર્ણિમાને બ્લુ મૂન કહેવામાં આવશે. આ દિવસે સુપરમૂન પણ હોવાથી આ દિવસે ચંદ્ર વાદળી નહીં પરંતુ મોટો અને તેજસ્વી દેખાશે.

સુપર બ્લુ મૂન ભારતમાં 30 ઓગસ્ટે રાત્રે 9:30 કલાકે દેખાશે. દુનિયામાં 31મી ઓગસ્ટે સવારે 7.30 કલાકે તેની પીક પર હશે.

વર્ષ 2023માં હજુ પણ ખગોળીય ઘટનાઓ જોવા મળશે. કારણ કે 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ થશે. 28-29 ઓક્ટોબર 2023ના રોજ આંશિક ચંદ્રગ્રહણ થશે. 3 નવેમ્બર 2023ના દિવસે ગુરુ પૃથ્વીની નજીકથી પસાર થશે. 4 ડિસેમ્બર, 2023ના દિવસે સૂર્યની પરિક્રમા કરતી વખતે બુધ ગ્રહ 21.3 ડિગ્રી પૂર્વમાં હશે. બુધને જોવા માટે આ શ્રેષ્ઠ સમય હશે.