AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morbi: ખેડૂત સંમેલનમાં ધારાસભ્યના ભાઈ ભૂલ્યા ભાન, કાળુ અમૃતિયાએ મંત્રી અને કલેક્ટરને અપશબ્દો કહી આપી ધમકી- Video

Morbi: ખેડૂત સંમેલનમાં ધારાસભ્યના ભાઈ ભૂલ્યા ભાન, કાળુ અમૃતિયાએ મંત્રી અને કલેક્ટરને અપશબ્દો કહી આપી ધમકી- Video

| Updated on: Jul 10, 2026 | 6:48 PM
Share

મોરબીના જેતપરમાં ખેડૂતો પાવરગ્રીડના થાંભલાના વળતર માટે 20 દિવસથી આંદોલન કરી રહ્યા છે. આ સંમેલનમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયાએ હાજરી આપી હતી. તેમણે મંત્રીઓ અને કલેક્ટરને અપશબ્દો કહીને ધમકી આપી હતી કે જો વળતર નહીં મળે તો પરિણામ ભોગવવા પડશે. તેમના આ નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે.

મોરબીના જેતપરમાં છેલ્લા 20 દિવસથી ખેડૂતો પાવરગ્રીડ કંપનીની મનમાની સામે આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો તેમના ખેતરોમાં નખાતા થાંભલાઓ સામે વળતરની માગ પર અડગ છે અને આંદોલન છાવણીમાં ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. રાજ્યભરમાંથી ખેડૂતોને સમર્થન મળી રહ્યુ છે ત્યારે હવે ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયાએ ત્યાં પહોંચ્યા અને તેમણે એના નિવેદનો કર્યા કે તેનાથી વિવાદ સર્જાયો છે.

મોરબીના જેતપરમાં જ્યાં ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ત્યા ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા પહોંચ્યા. ખેડૂતોના સમર્થનમાં કાળુ અમૃતિયાએ કેટલીક વાતો કરી પરંતુ આ તકે તેમને ના તો વિવેક ભાન રહ્યુ ના તો તેઓ શું બોલે છે તે ભાષાનું ભાન રહેવુ અને મંત્રીઓ તેમજ કલેક્ટર સહિતનાને અપશબ્દો બોલી ગયા. તેમણે ધમકીના સૂરમાં કહ્યુ કે હવે ધારાસભ્યો અને મંત્રીઓના ઝભ્ભા ફાડી નાખવાના છે. જો ખેડૂતોને વળતર પૂરુ ન મળે તો જે મંત્રીઓ લાલ ગાડીમાં ફરે છે તેમને 108માં મોકલવાના છે.

આટલે થી ન અટક્તા કાળુ અમૃતિયા એ કલેક્ટરને પણ મંચ પરથી અપશબ્દો કહ્યા અને ધમકી આપી કે કલેક્ટરે જે ઝવેરીને થાંભલા નાખવાનો ઓર્ડર આપ્યો હતો એ કલેક્ટરને ઉપાડી લાવી અહીં થાંભલે બાંધવા છે. ખેડૂત આંદોલન છાવણીમાં ઉપવાસ પર બેસેલા કાળુ અમૃતિયાના નિવેદનથી વિવાદ સર્જાયો છે. તેમણે કહ્યુ હવે ખેડૂતોએ ભૂખે નથી મરવાનું તેમને મારવાના છે. આ તકે તેમણે ધમકી પણ આપી કે થાંભલા કાઢવા માટે પણ ગામમાં કોઈને પ્રવેશવા દેશે નહીં.

ટેક્સટાઇલ સેક્ટરમાં તેજીનું તોફાન, યુકે સાથેની ઐતિહાસિક ડીલ થી ભારતીય કાપડ ઉદ્યોગની ચાંદી જ ચાંદી

Published on: Jul 10, 2026 06:45 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">