AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશની દિગ્ગજ IT કંપનીનો ધમાકો: TCSને ₹13,349 કરોડનો બમ્પર નફો, શેરધારકોને શેર દીઠ મળશે ₹12નું મોટું ડિવિડન્ડ

દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 5% વધીને ₹13,349 કરોડ નોંધાયો છે. આ શાનદાર પ્રદર્શનની સાથે કંપનીએ તેના રોકાણકારો માટે પ્રતિ શેર ₹12નું વચગાળાનું ડિવિડન્ડ આપવાની મોટી જાહેરાત પણ કરી છે.

| Updated on: Jul 09, 2026 | 9:15 PM
Share
દેશની સૌથી મોટી આઈટી સર્વિસીસ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટરના (એપ્રિલ-જૂન) પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ (ચોખ્ખો નફો) વાર્ષિક ધોરણે 5% વધીને 13,349 કરોડ રૂપિયા રહ્યો છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 12,760 કરોડ રૂપિયા હતો. કંપનીના બોર્ડે શેરધારકો માટે 12 રૂપિયા પ્રતિ શેર વચગાળાનું (Interim) ડિવિડન્ડ આપવા મંજૂરી આપી દીધી છે. આ માટે 15 જુલાઈ રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે.

1 / 6
આવકમાં 14%નો વધારો: એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં TCSની કામગીરીમાંથી થતી આવક (Revenue) 14% વધીને 72,275 કરોડ રૂપિયા થઈ ગઈ છે. અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં કંપનીની આવક રૂપિયાના હિસાબે 2.2% અને કોન્સ્ટન્ટ કરન્સીના આધારે 0.4% વધી છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો ઓપરેટિંગ માર્જિન 24% અને નેટ માર્જિન 19.2% રહ્યો હતો. કંપનીએ જણાવ્યું કે આ આંકડાઓમાં કોઈ પણ પ્રકારની અસાધારણ (Exceptional) બાબતો સામેલ નથી. ઓપરેશન્સ દ્વારા કંપની પાસે 12,412 કરોડ રૂપિયાનો નેટ કેશ ફ્લો આવ્યો છે, જે તેના કુલ નફાના 93% છે.

2 / 6
AI બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ: ચાલુ ક્વાર્ટર દરમિયાન TCSની ઓર્ડર બુક 9.5 અબજ ડોલરની રહી છે. જેમાં SKF સાથે 80 કરોડ ડોલર (800 મિલિયન ડોલર)નો AI આધારિત ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ, ServiceNow સાથે વ્યૂહાત્મક ભાગીદારી અને યુરોપની Fortune Global 50 કંપની સાથે મલ્ટી-મિલિયન ડોલરની ડીલ સામેલ છે. કંપનીએ માહિતી આપી છે કે તેના AI બિઝનેસનો વાર્ષિક રન રેટ 2.6 અબજ ડોલર પર પહોંચી ગયો છે, જે અગાઉના ક્વાર્ટરની સરખામણીએ 13.6% વધુ છે. કંપનીને AI, સોફ્ટવેર એન્જિનિયરિંગ, SaaS, આઈટી ઓપરેશન્સ અને બિઝનેસ સર્વિસીસ સંબંધિત ઘણા મોટા ઓર્ડર મળ્યા છે.

3 / 6
કર્મચારીઓની સંખ્યા અને પગાર વધારો: જૂન 2026ના અંત સુધીમાં TCSમાં કુલ 5,93,798 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. છેલ્લા 12 મહિનામાં કંપનીનો એટ્રિશન રેટ (નોકરી છોડવાનો દર) 13.6% રહ્યો છે. કંપનીએ આ ક્વાર્ટરમાં વિશ્વભરના તમામ કર્મચારીઓ માટે વાર્ષિક પગાર વધારો (Salary Hike) લાગુ કર્યો છે. આ સાથે ભારતની નવી લેબર કોડની માર્ગદર્શિકા મુજબ વેતન માળખામાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે.

4 / 6
કયા સેક્ટર્સ અને માર્કેટ્સમાં કેવું પ્રદર્શન રહ્યું?: બિઝનેસ સેગમેન્ટની વાત કરીએ તો, BFSI (બેંકિંગ, ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ) કારોબારમાં વાર્ષિક ધોરણે 2.4%નો વધારો નોંધાયો છે. વળી, ટેક્નોલોજી અને સર્વિસીસ સેગમેન્ટમાં પણ સુધારો જોવા મળ્યો છે. ભૌગોલિક આધાર પર ભારત એ TCS માટે સૌથી ઝડપથી વિકસતું માર્કેટ રહ્યું છે, જ્યાં વાર્ષિક ધોરણે બિઝનેસ 22.9% વધ્યો છે. જ્યારે કંપનીના સૌથી મોટા બજાર ઉત્તર અમેરિકામાં (North America) વાર્ષિક ધોરણે 2%નો વધારો થયો છે.

5 / 6
CEO અને CFO એ શું કહ્યું?: TCSના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કે. કૃતિવાસને જણાવ્યું કે વૈશ્વિક આર્થિક અને ભૌગોલિક-રાજકીય પડકારો હોવા છતાં કંપનીએ મજબૂત પ્રદર્શન કર્યું છે. ગ્રાહકોનું AI, સાયબર સિક્યોરિટી, ક્લાઉડ અને મોડર્નાઇઝેશન પર રોકાણ સતત વધી રહ્યું છે. બીજી તરફ, ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) સમીર સેખસરિયાએ જણાવ્યું કે કંપની AI ક્ષમતાઓને મજબૂત કરવા, વ્યૂહાત્મક ભાગીદારી વધારવા અને લાંબા ગાળાની સ્પર્ધાત્મકતા જાળવી રાખવા પર ફોકસ કરી રહી છે. આ સાથે નફાકારકતા (Profitability) અને રિટર્નને પણ જાળવી રાખવાની દિશામાં કામ ચાલુ રહેશે.

6 / 6

પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: પત્ની સાથે જોઇન્ટ એકાઉન્ટ ખોલાવો અને દર મહિને 9,250ની ગેરંટીડ કમાણી

Follow Us
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ

વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર

અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે

બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

g clip-path="url(#clip0_868_265)">