AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Heist ની નકલ? અજય દેવગનની ‘ધમાલ 4’ નું નવું ગીત ‘પૈસા લાઓ’ થયું ‘ટ્રોલ’

અજય દેવગન અને મલ્ટીસ્ટારર કાસ્ટ ધરાવતી ફિલ્મ 'ધમાલ 4' સતત ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું નવું ગીત 'પૈસા લાઓ' રિલીઝ કરવામાં આવ્યું છે. જો કે, આ ગીત રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યું છે.

Money Heist ની નકલ? અજય દેવગનની 'ધમાલ 4' નું નવું ગીત 'પૈસા લાઓ' થયું 'ટ્રોલ'
| Updated on: Jul 10, 2026 | 10:50 PM
Share

અજય દેવગન, રિતેશ દેશમુખ, અરશદ વારસી અને જાવેદ જાફરીની ફિલ્મ ધમાલ 4 લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આજકાલ આ બધા કલાકારો ધમાલ 4 નું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મ સાથે જોડાયેલું એક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ગીતનું નામ ‘પૈસા લાઓ’ છે. જો કે, અજય દેવગનની ફિલ્મનું આ ગીત એક સ્પેનિશ વેબ સિરીઝમાંથી લેવામાં આવ્યું છે. આ એક સ્પેનિશ ચોર અને તેની ચોરી પર આધારિત છે.

વેબ સિરીઝનું ગીત કોપી કર્યું

વાસ્તવમાં ‘પૈસા લાઓ’ ગીત નેટફ્લિક્સની હિટ અને ચર્ચિત વેબ સિરીઝ Money Heist (La Casa de Papel) ના ફેમસ ટાઇટલ ટ્રેક ‘બેલા ચાઓ’ (Bella Ciao) ની કોપી છે. ‘પૈસા લાઓ’ નું આખું મ્યુઝિક ‘Bella Ciao’ ની સ્પષ્ટ કોપી લાગે છે.

ગીત સામે આવ્યા બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ગીત પર કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. બીજી તરફ જો ‘Bella Ciao’ ગીતના ઇતિહાસની વાત કરીએ તો, મૂળ ગીત એક જૂનું ઇટાલિયન લોકગીત (ફોક સોંગ) છે, જે બીજા વિશ્વ યુદ્ધના સમયનું છે.

ટ્રોલ થયું ધમાલ 4 નું ગીત

વાત કરીએ ‘પૈસા લાઓ’ ગીતની તો આમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ જોવા મળી રહી છે. આ ગીત નીરજ શ્રીધરે ગાયું છે અને મ્યુઝિક તનિષ્ક બાગચી તેમજ પરમ રાજે આપ્યું છે, જ્યારે તેના બોલ કુમારે લખ્યા છે. ગીતની શરૂઆત સાંભળતા જ ઘણા લોકો ચોંકી ગયા અને તેમને તરત જ Money Heist ની યાદ આવી ગઈ.

સોશિયલ મીડિયા પર યુઝર્સે ધમાલ 4 ના મેકર્સની ખૂબ ટીકા કરી છે. ઘણા લોકોએ તેને ‘માત્ર કોપી’ ગણાવી અને મેકર્સ પર Original Creators નું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો. કેટલાક યુઝર્સે મજાકમાં લખ્યું કે, ‘પૈસા લાઓ સાંભળીને માથું ચકરાઈ ગયું’.

ધમાલ વિશે જાણો

તમને જણાવી દઈએ કે, ધમાલ 4 ના ડાયરેક્ટર ઇન્દ્ર કુમાર છે. ધમાલ સિરીઝની આ ચોથી ફિલ્મ છે. ફિલ્મને રિલીઝ થયા બાદ મિશ્ર રિવ્યુ મળી રહ્યા છે. કેટલાક દર્શકો કોમેડી ટાઇમિંગ અને સ્ટાર કાસ્ટને પસંદ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે વાર્તા અને વીએફએક્સ (VFX) માં જૂની ફિલ્મોની છાપ સ્પષ્ટ દેખાય છે.

Breaking News : ‘શ્રી રામભૂમિ’માંથી અનુપમ ખેરનો ફર્સ્ટ લુક જાહેર, ફિલ્મમાં અશોક સિંઘલની ભૂમિકામાં આવશે નજર

Follow Us
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો
સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો
રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા
રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા
વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું
વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું
Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા
Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા
g clip-path="url(#clip0_868_265)">