AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિલ્ક સાડી ‘અસલી’ છે કે ‘નકલી’ ? બસ આ 9 ટ્રિક્સ અપનાવો, હજારો રૂપિયા બચી જશે

આજકાલ માર્કેટમાં અસલી અને નકલી સિલ્કની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે, કારણ કે નકલી સાડીઓ પણ દેખાવમાં એટલી જ ચમકદાર અને સુંદર હોય છે. જો તમે પણ સિલ્ક સાડી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ 9 સરળ ટ્રિક્સથી મિનિટોમાં અસલી અને નકલી સિલ્ક સાડીનો તફાવત કરી શકો છો.

| Updated on: Jul 10, 2026 | 5:00 PM
Share
લગ્ન હોય, પાર્ટી હોય કે કોઈ મોટો તહેવાર, સિલ્કનો રોયલ લુક હંમેશા સૌથી અલગ દેખાય છે. દરેક મહિલાના કબાટમાં તમને સિલ્કની સાડી ચોક્કસ જોવા મળી જશે. એવામાં મુશ્કેલી ત્યારે આવે છે, જ્યારે તમે હજારો રૂપિયા ખર્ચીને સિલ્ક સાડી લાવો છો અને પછીથી ખબર પડે છે કે તે તો નકલી કે 'આર્ટિફિશિયલ સિલ્ક' છે.

1 / 6
સિલ્કની અસલી ઓળખ આગથી થાય છે. હવે તમે આખી સાડી તો સળગાવી ન શકો પરંતુ સાડીના કિનારેથી એક દોરો કાઢીને તેને સળગાવી જુઓ. જો દોરો સળગવા પર 'વાળ બળવા' જેવી ગંધ આવે અને તેની રાખ કાળી થઈ જાય, તો સમજી લો કે સિલ્ક અસલી છે. જો દોરો પ્લાસ્ટિકની જેમ પીગળી જાય અને ગાંઠ બની જાય, તો તે નકલી સિલ્ક છે. અસલી સિલ્કને જ્યારે તમે તમારી હથેળીઓ વચ્ચે ઘસશો, તો તેમાં થોડી ગરમી અનુભવાશે. અસલી સિલ્ક નેચરલ ફાઈબર હોય છે, તેથી ઘસવા પર તે ગરમ થઈ જાય છે. આ સિવાય સિન્થેટિક કે નકલી સિલ્ક ઘસવા પર બિલકુલ ઠંડું રહે છે.

2 / 6
આ ટ્રિક હલકી સિલ્ક સાડીઓ જેવી કે 'ચિનિયા સિલ્ક' કે 'ક્રેપ સિલ્ક' પર ખૂબ કામ આવે છે. તમારી આંગળીમાંથી એક વીંટી નીકાળો અને સાડીને તેની વચ્ચેથી પસાર કરો. અસલી સિલ્ક એટલું સોફ્ટ અને લવચીક હોય છે કે, તે સરળતાથી નાની એવી વીંટી વચ્ચેથી નીકળી જશે. નકલી સિલ્ક ઘણીવાર અટકી જાય છે અથવા વળી જાય છે.

3 / 6
નકલી સિલ્કમાં એકસરખી, સફેદ જેવી ચમક હોય છે પરંતુ અસલી સિલ્કની ચમક ખાસ હોય છે. તેને જ્યારે તમે અલગ-અલગ એંગલથી જોશો, તો તેનો રંગ હલકો બદલાતો દેખાશે. આ કુદરતી ચમક જ અસલી રેશમની ઓળખ છે. સિલ્ક સાડીઓ પર ઘણીવાર જરીનું કામ હોય છે. અસલી જરીમાં ચાંદી કે સોનાના તારનો ઉપયોગ થાય છે. તેને ઓળખવા માટે સાડીને ઉલ્ટી કરીને જુઓ. જો પાછળની તરફ દોરા ખૂબ વધારે ઉપસેલા કે ખૂંચે તેવા છે, તો તે મશીનનું કામ હોઈ શકે છે અને સિલ્કની ક્વોલિટી પણ હલકી હોઈ શકે છે.

4 / 6
સિલ્ક બનાવવામાં ખૂબ મહેનત લાગે છે અને રેશમના કીડામાંથી દોરો તૈયાર કરવો એ એક મોંઘી પ્રોસેસ છે. જો કોઈ તમને ખૂબ ઓછા ભાવે (જેમ કે 1000 કે 1500 રૂપિયામાં) 'પ્યોર કાંજીવરમ' કે 'બનારસ સિલ્ક' આપી રહ્યું છે, તો સમજી જાઓ કે કંઈક ગડબડ છે. ક્વોલિટી સાથે કિંમત પણ જોડાયેલી હોય છે. અસલી સિલ્ક એકદમ પોચું અને સુવાળું હોય છે. તેને અડો એટલે મખમલ જેવું લાગે, જ્યારે નકલી સિલ્ક અડવામાં થોડું કડક કે પ્લાસ્ટિક જેવું લાગે છે. અસલી સિલ્કને મુઠ્ઠીમાં દબાવો તો પણ તેમાં સુતરાઉ (કોટન) કે નકલી કપડાની જેમ કરચલીઓ નથી પડતી.

5 / 6
હાથથી વણેલી (હેન્ડલૂમ) સિલ્ક સાડીઓની પાછળની તરફ થોડી ઘણી અસમાનતા કે વણાટના નિશાન દેખાઈ શકે છે, જે તેમની ખાસિયત છે. મશીનથી બનેલી નકલી સાડીઓ એકદમ પરફેક્ટ અને એકસરખી દેખાય છે, જે મોટેભાગે સિન્થેટિક હોવાનો પુરાવો હોય છે. એક નાનો ખૂણો લઈને તેના પર પાણીનું એક ટીપું નાખો. અસલી સિલ્ક પાણીને સોષી લે છે, જ્યારે સિન્થેટિક સિલ્ક પર પાણીનું ટીપું લપસી શકે છે અથવા લાંબા સમય સુધી ઉપર જ ટકેલું રહે છે.

6 / 6

પંખા પર જામેલી ધૂળ વધારી રહી છે તમારું લાઈટ બિલ? ખિસ્સા પર પડતો આ ફટકો અટકાવવા માટે કરો આ નાનું કામ !

Follow Us
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ

તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video

અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા

ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના

જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video

રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video

અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો

આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો

ગુરુપૂર્ણિમાના દિવસે આખું ગુજરાત બન્યું ભક્તિમય

g clip-path="url(#clip0_868_265)">