Breaking News : રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 6 દર્દીઓના મોત, આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી જુઓ Video
સાબરકાંઠા ચાંદીપુરા વાયરસને લઈ પોશીના વિસ્તારના બાળકનું મોત નીપજ્યું છે. ચાંદીપુરાના લક્ષણો ધરાવતા અત્યાર સુધીમાં ચોથા બાળકનું મોત થયું છે. પોશીના વિસ્તારમાં સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો છે.
સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસને લઈ પોશીના વિસ્તારના બાળકનું મોત નીપજ્યું હતુ.ચાંદીપુરાના લક્ષણો ધરાવતા અત્યાર સુધીમાં ચોથા બાળકનું મોત થયું છે.હિંમતનગર સિવિલમાં સારવાર બાદ બાળક ઘરે લઈ જવાયું હતું. બાળકનું સારવાર બાદ ઘરે જ મોત નીપજ્યું હોવાની વિગત સામે આવી છે.ત્રણ વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાયા હતા.ચાંદીપુરાના લક્ષણો બાદ હિંમતનગર સિવિલમાં સારવાર આપવામાં આવી હતી.
આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી
પોશીના વિસ્તારમાં સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો.મહત્વનું છે કે, શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં અત્યાર સુધી કુલ 6 દર્દીઓના મોત થયા છે. જેમાંથી 4 દર્દી તો હિંમતનગરમાં જ મૃત્યુ પામ્યા છે. થોડા દિવસ પહેલા પંચમહાલના ગોધરામાં ચાંદીપુરા વાયરલથી 2 બાળકના મૃત્યું થયા હતા. ઉલ્લેખનીય છે કે ,હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે કુલ 7 દર્દીઓ નોંધાયા હતા. જે તમામ રાજસ્થાન, બનાસકાંઠા, ખેડબ્રહ્મા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાંથી નોંધાયા છે. 4 દર્દીઓના મૃત્યુ થતા આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
ચાંદીપુરા વાયરલ શું છે?
ચાંદીપુરા (Chandipura) વાયરસ એ એક અત્યંત જીવલેણ વાયરસ છે જે મુખ્યત્વે સેન્ડફ્લાય નામના કીટકના કરડવાથી ફેલાય છે.આ વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને વધુ પ્રભાવિત કરે છે અને તેના ચેપથી મગજનો તાવ (એન્સેફાલીટીસ) થાય છે.
Breaking News : સુરતમાં પૂર અંગે નાયબ મુખ્યપ્રધાનની મહત્વની જાહેરાત, 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું અહી ક્લિક કરો
અમદાવાદમાં દીપડાની દહેશત: થર્મલ ડ્રોનથી સર્ચ ઓપરેશનમાં કઈ ના મળ્યું
સાબદા રહેજો, 31 જુલાઈથી ગુજરાતમાં ફરી મેઘમહેરનો આવશે દોર
આખા દેશ માટે મજબૂત ઊભો રહેતો 'જવાન' બાપની કાયા સામે ભાંગી પડ્યો
Breaking News : રોપ-વે સેવા 5 દિવસ બંધ રહેશે, જુઓ Video
