Stock Market : આ સરકારી કંપનીને મલેશિયાથી મળ્યો કોન્ટ્રાક્ટ, હવે વિદેશમાં પણ વાગશે ‘ડંકો’; સોમવારે રોકાણકારોની નજર ‘સ્ટોક’ પર
સોમવારે માર્કેટ ખુલતા જ રોકાણકારોની નજર આ સરકારી શેર પર પડશે. વાત એમ છે કે, ભારતની આ સરકારી કંપનીએ રેલ અને મેટ્રો ક્ષેત્રમાં મલેશિયા પાસેથી તેનો પહેલો વિદેશી કોન્ટ્રાક્ટ મેળવ્યો છે.

ભારતની આ સરકારી કંપનીએ રેલ અને મેટ્રો ક્ષેત્રમાં મલેશિયા પાસેથી તેનો પહેલો વિદેશી કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. કંપનીએ શનિવાર, 9 ઓગસ્ટ 2025 ના રોજ શેરબજારને આ માહિતી આપી હતી.

આ કોન્ટ્રાક્ટ મલેશિયાના માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમના રિટ્રોફિટ અને રિ-કન્ડિશનિંગ માટે છે, જેની કુલ કિંમત US $1 મિલિયન છે, જે આશરે રૂ. 8.758 કરોડ છે.

આ કંપની ભારતની એક અગ્રણી મલ્ટી-ટેક 'શેડ્યૂલ A' કંપની છે, જે સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે. કંપની દેશના ડિફેન્સ, રેલવે, પાવર, માઇનિંગ અને કન્સ્ટ્રકશન જેવા મહત્વપૂર્ણ સેક્ટરમાં આધુનિક અને હાઇ ક્વોલિટીવાળા પ્રોડક્ટ્સ બનાવે છે.

BEML લિમિટેડને મલેશિયા તરફથી $1 મિલિયનનો પહેલો વિદેશી કરાર મળ્યો છે. આ કામ મલેશિયાની માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમના રિટ્રોફિટ અને રિ-કન્ડિશનિંગ સાથે જોડાયેલ છે.

તાજેતરમાં જુલાઈ 2025 માં, BEML એ કર્ણાટક ઔદ્યોગિક ક્ષેત્ર વિકાસ બોર્ડ (KIADB) ના એરોસ્પેસ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ), બેંગલુરુમાં તેની નવી અત્યાધુનિક વેરહાઉસિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું.

છેલ્લા કેટલાક સમયથી BEML ના શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનામાં, કંપનીના શેરના ભાવમાં 16.18 ટકાનો ઘટાડો થયો છે. ટૂંકમાં કંપનીનો શેર 1 વર્ષમાં 4.21 ટકા ઘટી ગયો છે.

શુક્રવાર, 8 ઓગસ્ટના રોજ શેર 0.81 ટકાના નજીવા ઘટાડા સાથે રૂ. 3,859.20 પર બંધ થયો. જો કે, લાંબા ગાળા દરમિયાન શેરે મજબૂત રિટર્ન આપ્યું છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન BEML ના શેરના ભાવમાં 464.21 ટકાનો વધારો થયો છે.

શેરના લિસ્ટિંગ (19 જુલાઈ, 2002) થી અત્યાર સુધીમાં શેરના ભાવમાં 4,136.22 ટકાનો વધારો થયો છે. જણાવી દઈએ કે, કંપનીનું માર્કેટ કેપ રૂ. 16,071 કરોડ છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
