Stock Market : વર્ષ 2025 ના 10 સૌથી ખરાબ IPO ! માર્કેટમાં રોકાણકારો દેવાળિયા બન્યા, શું તમને પણ આંચકો લાગેલો છે ?
આ વર્ષે ઘણા IPO એવા છે કે, જેની લિસ્ટિંગ ફ્લેટ અથવા રેડ ઝોનમાં થઈ હતી. જો કે, બીજા ઘણા IPO એ માર્કેટમાં મજબૂત એન્ટ્રી કરી પરંતુ હવે તે લાલ રંગમાં છે.

'વર્ષ 2025' પ્રાઇમરી માર્કેટ અથવા IPO માર્કેટ માટે બ્લોકબસ્ટર સાબિત થયું છે. અત્યાર સુધીમાં 90 થી વધુ IPO એ આ વર્ષ દરમિયાન રેકોર્ડ ₹1.5 લાખ કરોડ એકત્ર કર્યા છે. જો કે, મોટાભાગની લિસ્ટિંગ એવી રહી કે, જેને રોકાણકારોને નિરાશ કર્યા અને માર્કેટમાં ફ્લેટ એન્ટ્રી કરી અથવા રેડ ઝોનમાં ડેબ્યુ કર્યું.

Glottis: ગ્લોટિસ આ વર્ષનો સૌથી ખરાબ IPO સાબિત થયો. આ શેર તેના ₹129 પ્રતિ શેરના ઇશ્યૂ ભાવથી લગભગ 35% નીચે લિસ્ટેડ થયો અને અત્યાર સુધીમાં આમાં લગભગ 45% નો ઘટાડો થયો છે. ઓક્ટોબરમાં ખુલેલો ₹300 કરોડનો IPO 2 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપની મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ સર્વિસ પૂરી પાડે છે. નાણાકીય વર્ષ 2025 માં, આનો નફો વાર્ષિક ધોરણે 81.4% વધીને ₹56.1 કરોડ થયો અને આવક 89.3% વધીને ₹941.2 કરોડ થઈ.

Gem Aromatics: વર્ષનો બીજો સૌથી ખરાબ IPO 'જેમ એરોમેટિક્સ' હતો. ઓગસ્ટમાં તે માત્ર 2% પ્રીમિયમ પર લિસ્ટેડ થયો હતો પરંતુ હવે તે ₹325 ની તેની ઇશ્યૂ કિંમતથી 35% નીચે આવી ગયો છે. ₹450 કરોડનો આ IPO 30 વખત સબસ્ક્રાઇબ થયો હતો. આ કંપની એસેન્શિયલ ઑઇલ્સ અને અરોમા કેમિકલ્સ બનાવે છે, જેનો ઉપયોગ ઓરલ કેર, કોસ્મેટિક્સ, ન્યુટ્રાસ્યુટિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સમાં થાય છે. નાણાકીય વર્ષ 2025 માં તેની આવક 11.4% વધીને ₹503.95 કરોડ થઈ અને નફો 6.5% વધીને ₹53.38 કરોડ થયો.

Om Freight Forwarders: થર્ડ-પાર્ટી લોજિસ્ટિક્સ કંપની ઓમ ફ્રેઇટના શેર 33% ડિસ્કાઉન્ટ પર લિસ્ટેડ થયા. તેનો ₹122.31 કરોડનો IPO 3.86 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. નાણાકીય વર્ષ 2025 માં તેની આવક ₹494.05 કરોડ હતી અને ચોખ્ખો નફો ₹21.99 કરોડ હતો.

BMW Ventures: બીએમડબલ્યુ વેન્ચર્સના ₹232 કરોડના IPO હેઠળ ઇશ્યૂ કરાયેલા ₹99 ના શેર 29% ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયા હતા અને હાલ IPO પ્રાઈઝથી 33% નીચે આવી ગયા છે. તેનો IPO 1.5 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. આ કંપની સ્ટીલ પ્રોડક્ટ્સ, ટ્રેક્ટર એન્જિન અને PVC પાઇપ્સના ટ્રેડિંગ તેમજ ડિસ્ટ્રિબ્યુશનમાં કાર્યરત છે. નાણાકીય વર્ષ 2025માં કંપનીનું રેવન્યુ 6% વધીને ₹2,062 કરોડ અને નફો 10% વધીને ₹32.8 કરોડ સુધી પહોંચી ગયો હતો.

VMS TMT: થર્મો-મેકેનિકલ ટ્રીટેડ બાર બનાવતી VMS TMT કંપનીના શેરોની લિસ્ટિંગ 4% ડિસ્કાઉન્ટ પર થઈ હતી અને હાલમાં તે 32% નીચે આવી ગયા છે. વધુમાં નાણાકીય વર્ષ 2025માં કંપનીનું રેવન્યુ વર્ષના આધાર પર ₹770.19 કરોડથી વધીને ₹872.96 કરોડ થયું છે, જ્યારે નફો ₹13.47 કરોડથી વધીને ₹14.74 કરોડ સુધી પહોંચી ગયો છે.

આ દરમિયાન, આજે બિહાર ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, જેના કારણે ભારતીય શેરબજાર સતર્ક છે. સવારે 8 વાગ્યે નિફ્ટી લગભગ 70 પોઈન્ટ નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. જે બાદ ધીરે ધીરે ચૂંટણીના પરિણામોના શરુઆતી રુજાન બાદ માર્કેટ 30 પોઈન્ટ રિકવર થયું છે. નોંધનીય છે કે બિહાર ચૂંટણીના એક્ઝિટ પોલ પછી ભારતીય શેરબજારમાં મજબૂત તેજી જોવા મળી છે. પરિણામે, રોકાણકારો નફાની બુકિંગનો આશરો લઈ શકે છે, જે ભારતીય શેરબજાર પર દબાણ વધારી શકે છે.

Dev Accelerator: 'દેવ એક્સિલરેટર' જે દેવએક્સ નામની કો-વર્કિંગ સ્પેસ ચલાવે છે. ₹61નો આ શેર 5% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો પરંતુ હાલ તે ઇશ્યુ પ્રાઈસથી 27% નીચે આવી ગયો છે. તેનો ₹144 કરોડનો ઇશ્યુ 64 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો. નાણાકીય વર્ષ 2025માં કંપનીની કુલ આવક વર્ષના આધાર પર 61% વધી ₹179 કરોડ સુધી પહોંચી હતી, જ્યારે નફો ₹43 લાખ વધીને ₹1.74 કરોડ થયો હતો.

Laxmi Dental: આ વર્ષે સૌથી વધુ સબ્સ્ક્રાઇબ કરાયેલા ઇશ્યૂમાંનો એક 'લક્ષ્મી ડેન્ટલ' જાન્યુઆરીમાં 28% પ્રીમિયમ પર લિસ્ટેડ થયો હતો પરંતુ હવે તે તેના ₹428 ના ઇશ્યૂ ભાવથી 27% નીચે છે. તેનો ₹700 કરોડનો ઇશ્યૂ 114 વખત સબસ્ક્રાઇબ થયો હતો. નાણાકીય વર્ષ 2022 અને 2025 વચ્ચે કંપનીની આવક ₹140 કરોડથી વધીને ₹240 કરોડ થઈ ગઈ છે.

તેમજ સવારે 9થી 9.15ની વચ્ચે બિહાર ઈલેક્શન રિઝલ્ટ વચ્ચે માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, પ્રી-ઓપનમાં સેન્સેક્સ 418 પોઈન્ટ ડાઉન સાથે 84,060 પર છે ,જ્યારે નિફ્ટી 111 પોઈન્ટ ડાઉન સાથે 25,776 પર જોવા મળ્યો હતો. NDA ગઠબંધનને સરકારને 122 બેઠકો મળી ગઈ છે. અને હજી પણ કાઉન્ટ ચાલુ છે. શરૂઆતથી જ NDA ગાંઠબંધન આગળ રહ્યું હતું. ત્યારે માર્કેટ ઓપન થતા રિકવરી જોવા મળી શકે છે.

રોકાણકારો માટે એક મોટો ફેરફાર એ છે કે SEBI એ પ્રસ્તાવ મૂક્યો છે કે કંપનીઓ તેમના ઓફર દસ્તાવેજોનો સરળ સારાંશ અપલોડ કરે. આ રોકાણકારોને મહત્વપૂર્ણ વિગતોનો એક જ ઝાંખી આપશે. લાંબા અને જટિલ ડ્રાફ્ટ વાંચવાને બદલે, રોકાણકારો મુખ્ય માહિતી ઝડપથી સમજી શકશે. SEBIનો પ્રસ્તાવ બજારને મજબૂત બનાવવા અને વધુ પારદર્શક બનાવવા તરફ એક મોટું પગલું છે. જ્યારે મોટા ખેલાડીઓની પકડ થોડી ઢીલી થશે, ત્યારે નાના રોકાણકારોને નિર્ણય લેવામાં સરળતા રહેશે. આનાથી IPO બજાર વધુ મજબૂત બનશે, અને અનિયંત્રિત ઓવરવેલ્યુએશન જેવા જોખમો પણ ઘટશે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરમાર્કેટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
