Stock Market : ડિફેન્સ સેક્ટરનો આ શેર તમને ‘માલામાલ’ બનાવશે, તમારા પોર્ટફોલિયોમાં છે કે નહી?
ભારતીય ડિફેન્સ સેક્ટરમાં હાલ સ્ટ્રોંગ ગ્રોથ જોવા મળી રહ્યો છે અને રોકાણકારોની નજર હવે એવા શેરો પર છે કે જે ભવિષ્યમાં મજબૂત રિટર્ન આપી શકે. એવામાં ચાલો જાણીએ કે, ડિફેન્સ સેક્ટરનો આ શેર તમારે ખરીદવો કે નહી?

ડિફેન્સ સેક્ટરની અગ્રણી કંપનીના શેરે લોંગ-ટર્મમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આ સ્ટોકે 5 વર્ષમાં 3700 ટકા, 3 વર્ષમાં 2500 ટકા અને 2 વર્ષમાં 425 ટકા જેટલું રિટર્ન આપ્યું છે.

હા, અહીં વાત થઈ રહી છે 'માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDSL)'ના શેરની, જે હાલ રોકાણકારો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. નોંધનીય છે કે, જૂનમાં માઝાગોન ડોક સ્ટોકની તેજીમાં બ્રેક લાગી ગઈ અને એક મહિનામાં આ શેર 6% જેટલો ઘટી ગયો હતો. ઘટાડો આવ્યા બાદ પણ આ ડિફેન્સ મલ્ટિબેગર સ્ટોક હજુ તેના 52-વીકના નીચલા સ્તરે એટલે કે 71% ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

એન્ટિક બ્રોકિંગે માઝાગોન ડોક શિપબિલ્ડર્સ પર તેની 'ખરીદી' જાળવી રાખી છે. આ બ્રોકરેજ કહે છે કે, સ્ટોક હજુ પણ તેના વર્તમાન લેવલથી 22 ટકા ઉછળી શકે છે. આજે માઝાગોન ડોક સ્ટોક NSE પર રૂ. 3,280 પર ટ્રેડ થતો જોવા મળ્યો છે.

19 ફેબ્રુઆરી 2025 ના રોજ માઝાગોન ડોક શિપબિલ્ડર્સનો સ્ટોક 52 અઠવાડિયાના નીચલા સ્તરે એટલે કે ₹1917 પર પહોંચ્યો હતો, જ્યારે '29 મે'ના રોજ તે ₹3778 ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.

ટેકનિકલ વિશ્લેષણની વાત કરીએ તો, માઝાગોન ડોક સ્ટોકનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) 49.5 છે, જે દર્શાવે છે કે તે ન તો ઓવરબોટ ઝોનમાં છે અને ન તો ઓવરસોલ્ડ ઝોનમાં છે.

માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની શિપયાર્ડ કંપની છે. કંપની મુખ્યત્વે યુદ્ધ જહાજો, સબમરીનનું નિર્માણ અને તેનું રિપેર કામ કરે છે. વધુમાં જોઈએ તો, કંપની વેપારિક ગ્રાહકો માટે કાર્ગો જહાજો, બોટ, બાર્જ, સપોર્ટ વેસલ, ડ્રેજર અને પાણીના ટેન્કર જેવા જહાજો પણ બનાવે છે.

આનંદ રાઠી શેર્સ અને સ્ટોક બ્રોકર્સના ટેકનિકલ રિસર્ચ એનાલિસ્ટ જીગર એસ પટેલ કહે છે કે, માઝાગોન ડોક સ્ટોકે ₹ 3300–₹ 3400 ની રેન્જમાં મજબૂત આધાર બનાવ્યો છે. સ્ટોક પર 'બાય કોલ' આપતાં તેમણે કહ્યું કે, ટેકનિકલ સૂચકાંકો અપટ્રેન્ડ તરફ ઈશારો કરી રહ્યા છે. ભવિષ્યમાં આ સ્ટોક ₹ 3600 સુધી જઈ શકે છે.

એન્ટિક સ્ટોક બ્રોકિંગે પણ આ સ્ટોક પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઇસ ₹3858 રાખી છે. બ્રોકરેજ કહે છે કે, શ્રીલંકાની સૌથી મોટી શિપયાર્ડ કંપની 'કોલંબો ડોકયાર્ડ'માં 51% હિસ્સો ખરીદવો એ માઝાગોન ડોક માટે એક વ્યૂહાત્મક પગલું છે.
નોંધ: ઉપરોક્ત માહિતી માત્ર સામાન્ય જાણકારીના હેતુ માટે આપવામાં આવી છે. TV9 Gujarati કોઇપણ રીતે સ્ટોક ખરીદવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..






































































