AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: ગોલ્ડ લોન ક્ષેત્રની કંપનીએ કરી ‘મોટી જાહેરાત’, સોમવારે શેર ખરીદવા માટે ‘પડાપડી’ થશે

શેરબજારના રોકાણકારો માટે શુક્રવારની સાંજ કોઈ જેકપોટથી ઓછી સાબિત થઈ નથી. બજાર બંધ થયાના ગણતરીના કલાકોમાં જ એક દિગ્ગજ કંપનીએ એવી જાહેરાત કરી છે કે, સોમવારે બજાર ખૂલતાની સાથે જ તેના શેરમાં તોફાની તેજી આવવાના એંધાણ છે.

| Updated on: Apr 10, 2026 | 8:23 PM
Share
ગોલ્ડ લોન ક્ષેત્રની અગ્રણી કંપનીએ શુક્રવારે શેરબજાર બંધ થયા બાદ નાણાકીય વર્ષ 2026 માટે પ્રતિ શેર 30 રૂપિયા (300 ટકા) ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. એક્સચેન્જને આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે, ડિવિડન્ડ માટે 17 એપ્રિલ 2026ની રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. આ દિવસ સુધી જે રોકાણકારોના નામ કંપનીના રેકોર્ડમાં હશે, તેઓ જ આ ડિવિડન્ડ મેળવવા માટે પાત્ર ગણાશે.

1 / 5
કંપનીએ જણાવ્યું કે, શેરધારકોને ડિવિડન્ડની જાહેરાતના 30 દિવસની અંદર આ રકમ મળી જશે. કંપની સતત તેના રોકાણકારો માટે ડિવિડન્ડની જાહેરાત કરતી રહી છે. એપ્રિલ 2025માં કંપનીએ રોકાણકારો માટે 26 રૂપિયા પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી, જેની રેકોર્ડ ડેટ 24 એપ્રિલ હતી.

2 / 5
આ સિવાય કંપનીએ મે 2024માં 24 રૂપિયા અને એપ્રિલ 2023માં 22 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. બોર્ડે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફારના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે, જેના દ્વારા કંપની ભવિષ્યમાં ઇન્શ્યોરન્સ કોર્પોરેટ એજન્સી બિઝનેસમાં પણ પ્રવેશવા માંગે છે.

3 / 5
માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો 94.9 ટકાના તોતિંગ ઉછાળા સાથે 2,656 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, જે એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિક ગાળામાં 1,363 કરોડ રૂપિયા હતો. ગોલ્ડ લોન આપતી આ NBFCએ માર્ચ ક્વાર્ટરમાં 4,467 કરોડ રૂપિયાની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ નોંધાવી છે, જે અગાઉના વર્ષે આ ગાળામાં 2,721 કરોડ રૂપિયા હતી.

4 / 5
કંપનીએ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં 1,64,720 કરોડ રૂપિયાની AUM નોંધાવી છે, જે નાણાકીય વર્ષ 2025ના 9 મહિનામાં 1,11,308 કરોડ રૂપિયાની સરખામણીએ વાર્ષિક ધોરણે 48 ટકાનો વધારો દર્શાવે છે. શુક્રવારે  Muthoot Finance નો શેર 2.67 ટકાની તેજી સાથે 3,568.10 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 76.90 ટકા અને છેલ્લા એક મહિનામાં 8.68 ટકાની તેજી જોવા મળી છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Stock Market: આંખ બંધ કરીને આ 6 શેરમાં રોકાણ કરી લો, દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આપ્યો ‘BUY’નો સંકેત

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન

ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'

પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ

અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !

જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ

Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી

તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ

સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ

g clip-path="url(#clip0_868_265)">