Breaking News : ઓનલાઈન સામાન જે બેગમાં આવે છે, તે અંદરથી કાળી કેમ હોય છે? જાણો
શું તમે ક્યારેય જોયું છે કે ઓનલાઈન સામાન ઘરે પહોંચતી મોટાભાગની પ્લાસ્ટિક બેગ અંદરથી કાળી હોય છે? નહી તો ચાલો આજે આપણે આ વિશે વિસ્તારથી જાણીએ.

હવે ઓનલાઈન શોપિંગનું ચલણ વધી ગયું છે. દરેક લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પરથી સામાન મંગાવી રહ્યા છે. તમે એક વાત નોટિસ કરી હશે કે, ઓનલાઈન સામાન એક કાર્ટુન અથવા કોઈ પ્લાસ્ટિકની બેગમાં આવતું હોય છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે, ઓનલાઈન સામાનના પેકિંગમાં બેગની અંદર કાળો કલર કેમ હોય છે. તેની પાછળનું કારણ જાણો.

સૌથી પહેલા આપણે એ જાણીએ કે, ઓનલાઈન સામાન ડિલીવર કરવામાં આવતા આ પેકેટના કૂરિયર બેગ અથવા પોલીમેલર્સ કહેવામાં આવે છે. જો ટેક્નિકલ નામની વાત કરીએ તો. આને કો-એક્સટુડેડ પોલીથીન બેગ કહેવામાં આવે છે.આની પ્લાસ્ટિક ક્વોલિટી નોર્મલ થેલીથી ખુબ અલગ હોય છે. જે હાથ લગાવી સમજાય કે, આ કેવી ક્વોલિટીની બેગ છે.

પ્લાસ્ટિક બેગની અંદર કાળા રંગ હોવાનું કારણ અનેક છે. કાળો રંગ હોવા પાછળ એક કારણ છે, કે, તેની પ્રાઈવેસીના કારણે સુરક્ષિત માનવામાં આવે છે. કાળા રંગના કારણે થેલી સંપૂર્ણ અપારદર્શી થઈ જાય છે. તેની અંદર રાખેલો સામાન બિલકુલ દેખાતો નથી. જેનાથી તમારા ઓર્ડરની ગોપનીયતા બની રહે છે.

આ સિવાય આનું મુખ્ય કારણ સનલાઈટ પ્રોટેક્શન છે. કેટલીક વસ્તુઓ (જેમ કે દવા, કોસ્મેટિક્સ અથવા ખાસ કેમિકલ) તડકા અથવા અન્ય કારણોથી ખરાબ થઈ શકે છે. અંદર રહેલું કાળું પડ સૂર્યની કિરણને બ્લોક કરવાથી સામાન સુરક્ષિત રહે છે.

સનલાઈટથી બચવા માટે ઓનલાઈન બેગ અંદરથી કાળી હોય છે. આવી પોલીબેગ બનાવવામાં LDPE/LLDPE જેવા પ્લાસ્ટિકની સાથે કેટલીક વખત રીસાઈકિલ્ડ પ્લાસ્ટિક મેળવવામાં આવે છે. અલગ અલગ રંગના જૂના પ્લાસ્ટિકને મેળવાથી રંગ એક જેવો અને આકર્ષક બનાવવું મુશ્કેલ થઈ જાય છે.

આ માટે કાળો રંગ સૌથી સરળ વિકલ્પ હોય છે. આ સાથે રિસાઈકલિંગમાં આવનાર પ્લાસ્ટિક પર પહેલા રંગ અને પ્રિન્ટ અથવા નાના દાગ હોય શકે છે. કાળો રંગ સરળતાથી ઢાંકી દે છે. (all photo: canva/ai)
Breaking News : IND vs WI ટીમ ઈન્ડિયાએ સ્ક્રિપ્ટ બદલી, ટોસ હારીને મેચ જીતી અહી ક્લિક કરો
