Breaking News : ના અમિતાભ બચ્ચન કે ના શાહરૂખ ખાન, દુનિયામાં એકમાત્ર એવી વ્યક્તિ જેને ઐશ્વર્યા રાય ઇન્સ્ટાગ્રામ પર કરે છે ફોલો
બોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી એશ્વર્યા રાયના ઈન્સ્ટાગ્રામ પર 1.48 કરોડ લોકો ફોલો કરે છે. પરંતુ તે માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે. તો ચાલો જાણીએ આ કઈ વ્યક્તિ છે.

ફેમસ અભિનેત્રી એશ્વર્યા રાય છેલ્લા 3 દશકથી ફિલ્મી દુનિયાનો ભાગ છે. વર્ષ 1997માં તેમણે તમિલ ફિલ્મ ઈરુવરથી ડેબ્યુ કર્યું હતુ. તે જ વર્ષે રાહુલ રવૈલના ડાયરેક્શનમાં બનેલી અને પ્યાર હો ગયા નામની ફિલ્મથી બોબી દેઓલની સાથે તેમણે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.

ત્યારબાદ એશ્વર્યા રાય અનેક મોટી ફિલ્મોનો ભાગ રહી હતી. તેમણે ખુબ મોટું નામ કમાયું હતુ. તેની પોપ્યુલારિટી સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ પણ છે.

એશ્વર્યા રાયના ઈન્સ્ટાગ્રામ પર 1 કરોડ 48 લાખ ફોલોઅર્સ છે.પરંતુ તે માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે. એશ્વર્યા રાય જે વ્યક્તિને ફોલો કરે છે. તે ન તો બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન છે. ન તો બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન છે. તો આ કઈ એવી વ્યક્તિ છે. જેને એશ્વર્યા રાય ફોલો કરે ચાલો જાણીએ.

એશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર ખુબ અપડેટ રહે છે. તે પોતાના ફેશન વીકના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે.

એશ્વર્યા રાય જે વ્યક્તિને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. તે બીજું કોઈ નહી પરંતુ તેનો પતિ અને બોલિવુડ સ્ટાર અભિષેક બચ્ચન છે. તે માત્ર જૂનિયર બચ્ચનને ફોલો કરે છે. બંને વર્ષ 2007માં લગ્ન કર્યા હતા. બંને એક દીકરીના માતા-પિતા છે. તેની દીકરીનું નામ આરાધ્યા બચ્ચન છે.

અભિષેક બચ્ચનને ફેન ફોલોઈંગની કોઈ કમી નથી. ઈન્સ્ટાગ્રામ પર તેને 1 કરોડ 21 લાખ લોકો ફોલો કરે છે.

અભિષેક બચ્ચન 329 લોકોને ફોલો કરે છે.તેના ફોલોઈંગ લિસ્ટમાં તેના પિતા અમિતાભ બચ્ચન, પત્ની એશ્વર્યા રાય બચ્ચન, શાહરુખ ખાન, આલિયા ભટ્ટ અને અન્ય બીજા બોલિવુડ સ્ટાર સામેલ છે.

એશ્વર્યા રાયે 11 ઓક્ટોમ્બરના રોજ અમિતાભ બચ્ચનને 84માં જન્મદિવસ પર મોડી રાત્રે બર્થ ડે વિશ કર્યું હતુ. એશ્વર્યા રાયે પોતાની દીકરીનો ફોટો પોસ્ટ કરી અમિતાભ બચ્ચનને બર્થ ડે વિશ કર્યું હતુ. (All Photo : PTI)
એશ્વર્યા રાયના ભાણીયા તેને ગુલુ મામી કહીને બોલાવે છે, ભાભી પણ કરી ચૂકી છે મોડલિંગ અહી ક્લિક કરો
