AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ, શક્તિ-ભક્તિ અને ગુજરાતની સંસ્કૃતિનો નજીકથી કર્યો અનુભવ- Video

સંસ્કારી નગરી વડોદરાના પરંપરાગત ગરબા જોઈને વિદેશી ડેલિગેટ્સ અભિભૂત થઈ ગયા હતા. ગુજરાતની ભાતિગળ ઓળખ સમા ગરબાના તાલે વિદેશી રાજદ્વારીઓએ પણ હાથ અજમાવ્યો હતો. આ સાથે ગુજરાતની સંસ્કૃતિ અને શક્તિ ભક્તિનો વિદેશી મહેમાનોએ નજીકથી અનુભવ કર્યો. ગુજરાતની ધરતી પર ગુજરાતની આગવી ઓળખ સમા ગરબા નિહાળવાની ખુશી તેમના ચહેરા પર ઝલક્તી જોવા મળી હતી. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2026 | 7:29 PM
Share

વડોદરામાં સાંસદ ડૉ હેમાંગ જોષીની આગેવાની હેઠળ આયોજિત વડોદરા ઈન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ 2026 ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યયા. લક્ષ્મી વિલાસ પેલેસથી નવલખી મેદાન સુધી ગરબાનો રંગ જામ્યો હતો.

નવરાત્રિ એટલે જગત જનની, મા જગદંબાની આરાધનાનો અવસર. ગુજરાત માટે નવરાત્રિનો તહેવાર તેની ભાતિગળ ઓળખ બની ગયો છે કારણ કે એકમાત્ર ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી રાત્રે ગરબે રમી માની આરાધના કરવાની પરંપરા છે. હાલ ગુજરાતભરમાં ગરબા જાત-ભાતના અલગ અલગ ગરબા મહોત્સવ ચાલી રહ્યા છે. ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં પણ પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

વડોદરામાં ગુજરાતીઓની સાથે-સાથે જ વિદેશીઓ પણ ગરબાના તાલે મંત્રમુગ્ધ થઈ ગયા. સાંસદ ડૉ. હેમાંગ જોષીની આગેવાની હેઠળ યોજાયેલા વડોદરા ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ-2026માં વિદેશી રાજદ્વારીઓ અને પ્રતિનિધિમંડળે ગુજરાતી સંસ્કૃતિનો અનોખો અનુભવ માણ્યો. લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે માતા આદ્યશક્તિની આરતી અને હજારો ખેલૈયાઓની તાલબદ્ધ ગરબાની રમઝટે સૌને અભિભૂત કર્યા. માતાજીના મંદિરના પ્રાંગણમાં વિદેશી મહેમાનો પણ ગરબે ઘૂમ્યા અને ભક્તિ, સંગીત તથા પરંપરાના આ દિવ્ય સંગમનો આનંદ માણ્યો.

લક્ષ્મી વિલાસ પેલેસથી માતા આદ્યશક્તિની આરાધના અને પરંપરાગત ગરબાની રમઝટ વિદેશી ડેલિગેટ્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની. tv9 સાથેની વાતચીતમાં પણ આ રાજદ્વારીઓએ તેમનો ગુજરાતની નવરાત્રિનો અનુભવ વર્ણવતા જણાવ્યુ કે તેઓ ખૂબ ઉત્સાહિત છે આ ગરબા મહોત્સવ માણીને અને હજુ આખી રાત સુધી તેઓ ગરબા ઉત્સવની મજા માણશે.

Input Credit- Anjali Ojha- Ahmedabad

“જીવતી કે મરેલી મને મારી દીકરી લાવી આપો, મારે બીજુ કંઈ નથી જોઈતુ..” ગટરમાં પડેલી બાળકીની માતાનો વલોપાત … 24 કલાક બાદ નથી મળ્યો કોઈ પત્તો

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">