Breaking News : વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ, ખેલૈયાઓમાં આક્રોશ, જુઓ Video
વડોદરાના જાણીતા યુનાઈટેડ વે ગરબામાં નવરાત્રીના પ્રથમ નોરતે જ મોબાઈલ ચોરીના આક્ષેપોથી વિવાદ સર્જાયો. ઇ-પાસના કારણે મોબાઈલ સાથે રાખવા ફરજિયાત બનતાં ચોરીની ઘટનાઓ બની હતી.
વડોદરા શહેરમાં જાણીતા યુનાઈટેડ વે ગરબા મહોત્સવમાં નવરાત્રીના પ્રથમ નોરતે જ વિવાદ સર્જાયો હતો. ખેલૈયાઓએ મોબાઈલ ચોરી થયાના આક્ષેપો કરતાં વાતાવરણ ગરમાયું હતું. આયોજકો અને ખેલૈયાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો, જેના કારણે પોલીસને મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી.
આ વર્ષે યુનાઈટેડ વે દ્વારા ઇ-પાસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે ખેલૈયાઓ માટે મોબાઈલ ફોન સાથે રાખવા ફરજિયાત બન્યા છે. પ્રથમ નોરતે જ કેટલાક ખેલૈયાઓએ પોતાના મોબાઈલ ચોરી થયા હોવાના આક્ષેપ કર્યા હતા. આ ઘટનાને પગલે ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેઓએ આયોજનના અભાવ સામે સવાલો ઉઠાવ્યા હતા.
મોટા ગરબા મહોત્સવમાં મોટી ફી ચૂકવ્યા પછી પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉભી થયેલી આ સમસ્યાએ ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને આયોજકો દ્વારા પણ કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ આ ઘટનાએ યુનાઈટેડ વેના આયોજન પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ત્રણ ઘાયલ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
