Breaking News : IND vs WI ટીમ ઈન્ડિયાએ સ્ક્રિપ્ટ બદલી, ટોસ હારીને મેચ જીતી
India vs West Indies : ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પહેલા બેટિંલ કરી 200થી વધારે રનનો સ્કોર કર્યો હતો. પરંતુ આ વખતે ભારતીય બોલરો સ્કોરનો બચાવ કરવામાં સફળ રહ્યા હતા.

ભારતીય ટીમે ટી20 સીરિઝમાં વાપસી કરી વેસ્ટઈન્ડિઝને ત્રીજી મેચમાં હરાવ્યું છે. ઈન્દોરમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી 200થી વધારેનો સ્કોર ઉભો કર્યો હતો પરંતુ ગત્ત મેચમાં 249 રન બનાવી ડિફેન્ડ કરવામાં અસફળ ટીમે ઈન્ડિયાએ આ વખતે પોતાના 223 રનના સ્કોરનો સફળતાપૂર્વક બચાવ કર્યો છે. 14 રનથી આ મેચ જીતી હતી.

ભારતીય ટીમની જીતમાં અભિષેક શર્માની ધુંઆધાર ઈનિગ્સ સિવાય અર્શદીપ સિંહની 2 વિકેટવાળી ઓવર પણ મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.

હોલ્કર સ્ટેડિયમમાં રવિવાર 11 ઓક્ટોમ્બરની સાંજે જ્યારે ટોસ થયો. તો વેસ્ટઈન્ડિઝના કેપ્ટન શે હોપે ટોસ જીત્યો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ આખી સીરીઝમાં 3 વનડે અને ગત્ત 2 ટી20 મેચમાં જેમાં ટીમે પહેલા બોલિંગ કરી હતી.

આ સીરિઝ દરમ્યાન, ત્રણ વનડે અને છેલ્લી બે ટી20 મેચ સહિત, જે પણ ટીમે પહેલા બોલિંગ કરી તેણે સરળતાથી ટાર્ગેટનો પીછો કર્યો અને જીત મેળવી.

ભારતે વનડેમાં 406 રનનો લક્ષ્યાંક મેળવ્યો, જ્યારે વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી ટી20 મેચમાં 250 રન બનાવ્યા. પરંતુ આ વખતે સ્ટોરી બદલાઈ ગઈ, અને ઈન્દોરમાં ઝાકળની ગેરહાજરી ભારતીય બોલરોની કુલ સ્કોરનો બચાવ કરવાની ક્ષમતામાં એક મુખ્ય પરિબળ હતું.

પરંતુ આ સ્કોર સુધી પહોંચવા અને તેને ડિફેન્ડ કરવામાં 3 પંજાબી ખેલાડીનું સૌથી મહત્વનું યોગદાન રહ્યું હતુ. સૌથી પહેલા તેની શરુઆત અભિષેક શર્માએ જેમણે માત્ર 30 બોલમાં 69 રનની ઈનિગ્સ રમી હતી.

જેમાં 6 ચોગ્ગા અને 5 સિક્સ સામેલ હતી. જેના દમ પર ટીમ ઈન્ડિયાએ 223 રન બનાવ્યા હતા. આ સિવય ઈશાન કિશન 37, તિલક વર્મા 28 રન બનાવ્યા હતા.

આ શાનદાર જીતની સાથે ભારતીય ટીમે 5 મેચની ટી20 સીરિઝમાં 2-2થી લીડ મેળવી હતી. હવે બંને ટીમ વચ્ચે સીરિઝની ચોથી મેચ 14 ઓક્ટોમ્બરના હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. ભારત તરફથી સૌથી વધારે વિકેટ અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી હતી. તો નમન ધઈરે પણ 2 વિકેટ લીધી હતી. (All Photo : PTI)
અર્શદીપ સિંહ બન્યો ટીમ ઈન્ડિયાનો નંબર-1 બોલર, જાણો તેના પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો
