AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2026 : જૂનાગઢનું અનોખું મંદિર, માત્ર નવરાત્રિમાં જ ખૂલે છે માતાજીના દ્વાર

Navratri 2026 : જૂનાગઢનું અનોખું મંદિર, માત્ર નવરાત્રિમાં જ ખૂલે છે માતાજીના દ્વાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2026 | 5:25 PM
Share

જૂનાગઢમાં આવેલું માતાજીનું ઐતિહાસિક મંદિર આખું વર્ષ બંધ રહે છે અને માત્ર નવરાત્રિના 8 દિવસ જ ભક્તો માટે ખૂલે છે. ઘરેથી તેલ લાવી 151થી વધુ અખંડ દીવા પ્રગટાવવાની અનોખી પરંપરા પાછળનો ચમત્કારિક ઇતિહાસ જાણો.

પવિત્ર નવરાત્રિ દરમિયાન જૂનાગઢમાં ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળે છે. માંગનાથ પીપળી ખાતે આવેલું ઐતિહાસિક હીરાગીરી માતાજીનું મંદિર વર્ષના 365 દિવસમાંથી માત્ર આસો નવરાત્રિના પ્રથમ દિવસથી આઠમ સુધી જ ભક્તો માટે ખુલ્લું મુકાય છે.

મૂળ ઉત્તર ભારતના તપસ્વી હીરાગીરી માતાજીએ ગીરના માલધારીઓના નેસમાં રહીને ગૌસેવા અને કઠોર સાધના કરી હતી. તેમની સિદ્ધિઓથી પ્રભાવિત થઈ માંગા ભટ્ટે માંગનાથ મહાદેવનું મંદિર તેમને સોંપ્યું હતું, જ્યાં માતાજીએ જીવિત સમાધિ લીધી હતી.

આ મંદિરમાં ભક્તો પોતાના ઘરેથી તેલ લાવીને અખંડ દીવો પ્રગટાવે છે. નવરાત્રિમાં અહીં 151થી વધુ દીવાઓની દિવ્ય જ્યોત પ્રગટે છે. આઠમની રાત્રે ભવ્ય યજ્ઞ-હવન બાદ નોમના દિવસે આ મંદિર પુનઃ 1 વર્ષ માટે બંધ કરી દેવાય છે.

પૈસા તૈયાર રાખો! ટર્બો CNG એન્જિન સાથે એન્ટ્રીની તૈયારીમાં છે આ 7 દમદાર કાર; જાણો ક્યારે થશે લોન્ચ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">