Kothimbir Vadi Recipe: TMKOC સિરીયલની ફેમસ ડીશ કોથમીર વડી ઘરે સરળતાથી બનાવો
ભારતમાં દરેક રાજ્યમાં અલગ અલગ વાનગીઓ પ્રસિદ્ધ છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોથમીર વડી ખૂબ જ પ્રખ્યાત છે. તો આજે ઘરે સરળતાથી કોથમીર વડી કેવી રીતે બનાવી શકાય તેની રેસિપી જોઈશું.

કોથમીર વડી બનાવવા માટે લીલા ધાણા, ચણાનો લોટ, ધાણાજીરું, હળદર, આદું, લસણ, લીલા મરચા, મીઠું, લીંબુનો રસ,તેલ, ઈનો, પાણી સહિતની વસ્તુઓની જરુર પડશે.

કોથમીર વડી બનાવવા માટે સૌથી પહેલા કોથમીરને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. ત્યાર બાદ તેનું પાણી સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો. હવે એક વાસણમાં કાપેલી કોથમીર લો.

હવે લસણ, શીંગદાણા, લીલુ મરચું, લીંબુનો રસ નાખી એક પેસ્ટ બનાવી લો. ત્યારબાદ ધાણામાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ચણાનો લોટ અને થોડો ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી લો.

ત્યારબાદ તેમાં થોડુ થોડુ પાણી ઉમેરી કડક લોટ બાંધી લો. હવે એક પ્લેટમાં તેલ લગાવી લો. ત્યારબાદ તેના પર કોથમીરના લોટને બરાબર પાથરી લો.

હવે સ્ટીમરને 5 મિનિટ પ્રી સ્ટીમ કરી લો. ત્યારબાદ કોથમીર વડીને 15 મીનીટ સ્ટીમ કરો. ત્યારબાદ કોથમીરને 5-10 મીનીટ ઠંડુ થવા દો. ત્યારબાદ કોથમીરને કાપી લો.

હવે એક વાસણમાં તેલ ગરમ કરવા લો. ત્યારબાદ કોથમીર વડી બંન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી ફ્રાય કરી લો. તમે શેલો ફ્રાય પણ કરી શકો છો. તમે કોથમીર વડીને ગરમા ગરમ સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

































































