AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : ₹40,000 થી ₹50,000 જેટલી કમાણી ! આ ધંધાથી કમાલ તો જુઓ, તમારે બસ પર્યાવરણની સેવા કરવાની

હાલની તારીખમાં દેશભરના ઘણા રાજ્યોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવામાં લગ્ન પ્રસંગે, પાર્ટીઓ, હોટલો અને શેરી સ્ટોલ પર ભોજન પીરસવા માટે બાયોડિગ્રેડેબલ પ્લેટો અને બાઉલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવામાં ચાલો જાણીએ કે, આ વ્યવસાય કેવી રીતે શરૂ કરવો...

| Updated on: Nov 03, 2025 | 7:05 PM
Share
આજકાલ દરેક વ્યક્તિ એવા વ્યવસાયની શોધમાં છે, જે નાની જગ્યામાં જ શરૂ થઈ જાય. જો તમે પણ એવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ, જે નાના પાયે ચાલે પણ મોટા પાયે ઉત્પાદન કરે, તો "બાયોડિગ્રેડેબલ બાઉલ અને પ્લેટ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ" તમારા માટે એક ઉત્તમ વિકલ્પ છે.

1 / 10
આ વ્યવસાયની વિશિષ્ટતા એ છે કે, તે ફક્ત 1,000 ચોરસ ફૂટ જગ્યામાં સરળતાથી શરૂ કરી શકાય છે અને તેની માંગ એટલી ઝડપથી વધી રહી છે કે, તેને લગતા મશીનો દિવસ-રાત ચાલશે.

2 / 10
હાલની તારીખમાં દેશભરના ઘણા રાજ્યોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવામાં લગ્ન પ્રસંગે, પાર્ટીઓ, હોટલો અને શેરી સ્ટોલ પર ભોજન પીરસવા માટે બાયોડિગ્રેડેબલ પ્લેટો અને બાઉલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્લેટો પાંદડા, શેરડીના કુચા (બગાસ) અથવા પેપરના પલ્પમાંથી બનાવવામાં આવે છે, જે પર્યાવરણ માટે સુરક્ષિત માનવામાં આવે છે.

3 / 10
આ વ્યવસાયનો સૌથી મોટો ફાયદો એ છે કે, આમાં તમારે કોઈ મોટી જગ્યાની જરૂર નથી. તમે ફક્ત 1,000 ચોરસ ફૂટમાં આ બિઝનેસ સરળતાથી શરૂ કરી શકો છો. આ માટે તમારે હાઇડ્રોલિક પ્લેટ બનાવવાનું મશીન અને કેટલાક મૂળભૂત સાધનોની જરૂર પડશે. જો તમે એક મશીનથી આ ધંધાની શરૂઆત કરો છો, તો તેનો અંદાજિત ખર્ચ ₹1.5 લાખ થી ₹2 લાખ થશે. આ મશીન 6 ઇંચથી 12 ઇંચ સુધીના તમામ કદના પ્લેટ અને બાઉલ બનાવી શકે છે.

4 / 10
આ વ્યવસાય માટેનો કાચો માલ ખૂબ જ સસ્તો અને સરળતાથી મળી આવે છે. તમે તેને સ્થાનિક બજાર, IndiaMART અથવા TradeIndia જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પરથી ખરીદી શકો છો.

5 / 10
કાચા માલમાં મુખ્યત્વે કાગળના પલ્પ, બગાસ શીટ અથવા સૂકા પાંદડાનો ઉપયોગ થાય છે. એક કિલોગ્રામ કાગળના પલ્પથી લગભગ 100 પ્લેટ બનાવી શકાય છે. જો તમે ઇચ્છો તો, તમે નજીકના ખેડૂતો પાસેથી સૂકા પાન પણ ખરીદી શકો છો, જેનાથી તમને સસ્તો માલ મળશે અને તેમને ફાયદો પણ થશે.

6 / 10
વ્યવસાયની કમાણી વિશે વાત કરીએ તો, તમારું મશીન દિવસમાં 8 કલાક ચાલે છે અને એમાંય તમે પ્રતિ કલાક આશરે 500 પ્લેટ બનાવો છો, તો એક દિવસમાં લગભગ 4000 પ્લેટ બની શકે છે. જો તમે દરેક પ્લેટ ₹1 માં વેચો છો, તો તમારું દૈનિક વેચાણ ₹4,000 થશે. જો તમે મહિનામાં 25 દિવસ મશીન ચલાવો છો, તો તમે ₹1 લાખ થી ₹1.20 લાખ સુધીનું વેચાણ કરી શકો છો. ખર્ચ પછી તમે સરળતાથી ₹40,000 થી ₹50,000 સુધીનો માસિક નફો કમાઈ શકશો. બીજું કે, જેમ જેમ તમે મશીનોની સંખ્યા વધારશો તેમ તેમ તમારી કમાણી પણ ઝડપથી વધશે.

7 / 10
લગ્ન, પાર્ટીઓ, ધાર્મિક કાર્યક્રમો, શાળા અને કોલેજ કેન્ટીન, હોટલ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સમાં બાયોડિગ્રેડેબલ પ્લેટોની માંગ સૌથી વધુ જોવા મળે છે. વધુમાં તમે તમારા વિસ્તારમાં હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સર્વિસનો સંપર્ક કરી શકો છો. તમે એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા મીશો જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ તમારી પ્લેટ સપ્લાય કરવાનું શરૂ કરી શકો છો.

8 / 10
જો તમારું રોકાણ મર્યાદિત છે, તો ચિંતા કરશો નહીં. સરકારની PMEGP (પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ) યોજના આવા નાના વ્યવસાયો માટે લોન અને સબસિડી પૂરી પાડે છે. આ યોજના હેઠળ તમે 25% થી 35% સુધીની સબસિડી મેળવી શકો છો. આ ઉપરાંત, MSME રજીસ્ટ્રેશન કરાવવા પર ટેક્સ અને વીજળી સંબંધિત ઘણી છૂટ પણ મળી આવે છે.

9 / 10
આ વ્યવસાયનો બીજો મોટો ફાયદો એ છે કે, તમે માત્ર પૈસા કમાતા નથી પણ પર્યાવરણની સેવા કરી રહ્યા છો. એવામાં જ્યારે લોકો પ્લાસ્ટિકને બદલે તમારી આ "બાયોડિગ્રેડેબલ બાઉલ અને પ્લેટ"નો ઉપયોગ કરે છે, ત્યારે માટી, પાણી અને હવા બધું જ સુરક્ષિત રહેશે.

10 / 10

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર

રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ

માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં

ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video

પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા

રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત

દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં

વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ

જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ

ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા

g clip-path="url(#clip0_868_265)">