પત્ની અભિનેત્રી, એક દીકરીનો પિતા છે મિર્ઝાપુરના ગુડ્ડુ ભૈયા, જુઓ પરિવાર
મિર્ઝાપુરમાં ગુડ્ડુ ભૈયાની ભૂમિકા દ્વારા અલી ફઝલે લોકોના દિલ જીતી લીધા છે. અલી ફઝલે બોલિવુડ, વેબસીરિઝ તેમજ હોલિવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક સમયે કોલ સેન્ટરમાં પણ કામ કર્યું હતુ.આજે ચાલો તેના વિશે વિસ્તારથી વાત કરીએ

મિર્ઝાપુરમાં બાહુબલી બની ચાહકોમાં ફેમસ થનારા અભિનેતા અલી ફઝલ વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીશું.હવે આ પાત્ર તેની ઓળખ બની ગયું છે.અલી ફઝલના પરિવાર વિશે વાત કરીએ.

બોલીવુડ અભિનેતા અલી ફઝલ એ ઈન્ડસ્ટ્રીના એવા સ્ટાર્સમાંથી એક છે. જે ઓછી ફિલ્મોમાં કામ કરી ફેમસ થયો છે. અલીએ પોતાની કારકિર્દીમાં શાનદાર ફિલ્મો અને વેબસીરિઝમાં કામ કર્યું છે.

અલી ફઝલનો પરિવાર જુઓ

અલીનો જન્મ 15 ઓક્ટોબર 1986ના રોજ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં થયો હતો અને તેમનો ઉછેર ઉત્તર પ્રદેશના લખનૌમાં થયો હતો. ફઝલ મુંબઈ ગયા અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા છે.

2009માં આમિર ખાનની ફિલ્મ "૩ ઈડિયટ્સ" થી બોલિવૂડમાં એન્ટ્રી કર્યા પછી, અલી ફઝલે ક્યારેય પાછળ વળીને જોયું નહીં અને અનેક મોટા પ્રોજેક્ટ્સમાં અભિનય કર્યો. જોકે, તે વેબ સિરીઝ "મિર્ઝાપુર" થી પ્રસિદ્ધિ થયો છે.

મિર્ઝાપુરમાં અલી ફઝલે ગુડ્ડુ પંડિત, જેને પ્રેમથી ગુડ્ડુ ભૈયા તરીકે ઓળખવામાં આવે છે, તેનું પાત્ર ભજવ્યું હતું. આ ભૂમિકા દ્વારા અલીએ લોકોના દિલ જીતી લીધા છે.

કિન્ડરગાર્ટન સ્કૂલિંગ કર્યા પછી, તે લખનૌ પાછો ફર્યો અને ત્યાં સ્થાયી થયો. લખનૌથી મિર્ઝાપુર ફક્ત 18 કિલોમીટર દૂર છે. અલી દહેરાદૂનમાં રહેતો હતો. બાદમાં, તેણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યાં જ સ્થાયી થયો.

અલી ઘણીવાર ઇન્ટરવ્યુમાં લખનૌ વિશે વાત કરે છે. તે કહે છે કે તેણે પોતાનું બાળપણ ત્યાં વિતાવ્યું હતું અને આ સ્થળની ઘણી યાદો છે. અલીને આમિર ખાનની ફિલ્મ "3 ઇડિયટ્સ" માં એક નાનો રોલ મળ્યો હતો. તેણે તે નાનકડા રોલમાં એટલો સારો અભિનય કર્યો કે તે સિનેમામાં જાણીતો ચેહરો બની ગયો.

અલી ફઝલ અને રિચા ચઢ્ઢાની લવસ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. તેઓ પહેલી વાર 2012 માં આવેલી ફિલ્મ "ફુકરે" ના સેટ પર મળ્યા હતા. આ ફિલ્મ આ કપલની લવસ્ટોરી શરુ થઈ હતી.

ફિલ્મમાં અલી ફઝલે એક સરળ અને શાંત કોલેજ સ્ટુડન્ટની ભૂમિકા ભજવી હતી, જ્યારે રિચા ચઢ્ઢાએ મહિલા ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી.

રસપ્રદ વાત એ છે કે, જ્યારે છોકરાઓ સામાન્ય રીતે છોકરીઓને પ્રપોઝ કરે છે, ત્યારે રિચાએ અલીને પ્રપોઝ કર્યું હતું.

આખરે તેઓએ 2022 માં લગ્ન કર્યા. અલીએ માલદીવની તેમની સફર દરમિયાન રિચાને તેની સાથે લગ્ન કરવા કહ્યું, અને રિચા પણ સંમત થઈ ગઈ. જુલાઈ 2024માં આ દંપતીએ તેમની પુત્રીનું સ્વાગત કર્યું, જેનું નામ તેમણે જુનૈરા ઇદા ફઝલ રાખ્યું.

અલી ફઝલ 18 વર્ષના હતા જ્યારે તેમના માતાપિતા છૂટાછેડા લઈ લીધા હતા.

અલીએ કોલેજમાં અભ્યાસ કરતી વખતે કોલ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું, 8,000 રૂપિયા કમાતો હતો.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
