આઈપીએલના ઓક્શનમાં પર્સમાં હોય છે કરોડો રુપિયા, આવો છે મુંબઈ ઈન્ડિયન્સની માલિકનો પરિવાર
અંબાણી પરિવારની દરેક વસ્તુ હેડલાઈનમાં રહે છે.અને તેમાં પણ જ્યારે નીતા અંબાણીની વાત આવે છે તો દરેક વ્યક્તિ તેના ઉછેરના વખાણ કરતા જોવા મળે છે. દેશના સૌથી ધનિક પરિવારમાંથી હોવા છતાં, નીતા અંબાણીએ તેમના ત્રણ બાળકોને ખુબ જ સરળ જીવન જીવતા શીખવ્યું છે. તેનો પરિવાર ખુબ જ મોટો છે. તમામ સભ્યો કોઈના કોઈ કામ સાથે સંકળાયેલા છે.

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની પત્ની અને મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણીની સુંદરતા અને ફિટનેસ ખુબ સુંદર છે. કોઈપણ પાર્ટી કે પ્રસંગમાં, તે માત્ર લાખો રૂપિયાના ડ્રેસ પહેરીને જ નહીં પરંતુ લાખો રૂપિયાના પર્સ લઈને પણ સૌનું ધ્યાન ખેંચે છે.

નીતા અંબાણીનો જન્મ મુંબઈમાં રવિન્દ્રભાઈ દલાલ અને પૂર્ણિમા દલાલને ત્યાં થયો હતો. નીતા અંબાણી જેટલા સમાચારોમાં રહે છે તેટલી જ તેમની માતા પૂર્ણિમા દલાલ દલાલ અને મમતા દલાલ મીડિયાથી દૂર રહે છે. તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.આજે નીતા અંબાણીના પરિવાર વિશે જાણીએ.

મુકેશ અંબાણીએ વર્ષ 1984માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ ભારતના મુકેશ અંબાણીને આજે કોઈ ઓળખની જરૂર નથી. આવી સ્થિતિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર નીતા અંબાણી પોતાના ફેશન સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં રહે છે.

મુકેશ અને નીતા અંબાણીને ત્રણ બાળકો છે. આકાશ, અનંત અને ઈશા અંબાણી. આકાશ અને ઈશા તેમના પિતાના બિઝનેસમાં જોડાઈ ગયા છે. ઈશા અંબાણી તેના ભાઈ આકાશ સાથે રિલાયન્સ જિયો પ્રોજેક્ટ જોઈ રહી છે

ઈશા અંબાણી અને આનંદ પરિમલના લગ્ન 2018માં ખૂબ જ ધામધૂમથી થયા હતા. આ લગ્નમાં બોલિવૂડની અનેક હસ્તીઓ જોવા મળી હતી.અંબાણી પરિવારની લાડલી ઈશા અંબાણીને બે જોડિયા બાળકો છે,જેમાં એક પુત્ર અને એક પુત્રી છે.પુત્રનું નામ કૃષ્ણા અને પુત્રીનું નામ આદ્યા રાખ્યું છે.

મમતા દલાલ વ્યવસાયે શિક્ષિકા છે. મમતા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલનું મેનેજમેન્ટ સંભાળે છે. તમને જણાવી દઈએ કે તેમની બહેન નીતા અંબાણી આ સ્કૂલની ફાઉન્ડર અને ચેરપર્સન છે. મમતા દલાલે દેશની ઘણી મોટી હસ્તીઓના બાળકોને ભણાવ્યા છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ ગોવામાં તેના પરિવારની સામે શ્લોકા મહેતાને પ્રપોઝ કર્યું હતું. તે પછી 9 માર્ચ, 2019 ના રોજ, આકાશ અને શ્લોકાના લગ્ન થયા. આકાશ અને શ્લોકાએ 2020માં તેમના પહેલા બાળકનું નામ પૃથ્વી રાખ્યું હતું. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ તેમની પુત્રીનું નામ વેદ રાખ્યું છે.

નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે.રાધિકા મર્ચન્ટ અબજોપતિ ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. અંબાણી પરિવારના અનેક પ્રસંગમાં રાધિકા જોવા મળતી હોય છે.

નીતા અંબાણી પોતાના દિવસની શરૂઆત જે કપમાં ચા પીને કરે છે તેની કિંમત 3 લાખ રુપિયા છે.આઈપીએલ ઓક્શનમાં મુંબઈ ટીમે 8 ખેલાડીઓ ખરીદ્યા છે. ચેમ્પિયન ટીમે હરાજીમાં 16.70 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેના પર્સમાં 1.05 કરોડ રૂપિયા વધ્યા છે.નીતા અંબાણી મહિલા ક્રિકેટ લીગ અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની માલિક છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

































































