England vs Argentina Semifinal, FIFA World Cup 2026: ઈંગ્લેન્ડને હરાવવા માટે લકી જર્સી પહેરશે આર્જેન્ટિના
FIFA World Cup Semifinal : ઈંગ્લેન્ડ અને આર્જેન્ટીના વચ્ચે ફીફા વર્લ્ડકપ 2026ની બીજી સેમિફાઈનલ રમાશે. આ મેચમાં આર્જેન્ટીનાની ટીમ પોતાની લકી જર્સીમાં જોવા મળશે.

આર્જેન્ટીનાની ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમિફાઈનલ મેચમાં પોતાની લકી જર્સીમાં રમશે.

આ તે જર્સી છે. જેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મહત્વની મેચમાં પહેલા પણ પહેરી છે અને જીત મેળવી છે.

મેસ્સીની આગેવાનીમાં આર્જેન્ટીના ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમિફાઈનલ મેચમાં પોતાની લકી નેવી બ્લુ જર્સી પહેરી રમશે. ફીફા વર્લ્ડકપ 2026માં તે પહેલી વખત આ જર્સીનો ઉપયોગ કરશે.

આર્જેન્ટીનાએ આ પહેલા પણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ મોટી મેચમાં નેવી બ્લુ જર્સીનો ઉપયોગ કર્યો છે. તેમણે 1986 અને 1998ના ફીફા વર્લ્ડકપમાં પણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેરી હતી.

આર્જેન્ટીનાએ 1986ના ફીફા વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલમેચમાં નેવી બ્લુ જર્સી પહેરી ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2-1થી જીત નોંધાવી હતી. તે 1998ના વર્લ્ડકપના રાઉન્ડ ઓફ 16માં તેમણે ઈંગ્લેન્ડને નેવી બ્લુ જર્સી પહેરી શુટઆઉટમાં હરાવ્યું હતુ.

આર્જેન્ટીના ફીફા વર્લ્ડકપમાં પોતાનો ચોથો ખિતાબ જીતવા તરફ છે. તે આ ટૂર્નામેન્ટમાં સતત બીજી ફાઈનલ રમવાથી માત્ર એક જીત દુર છે. તેનો સામનો ફીફા વર્લ્ડકપ 206ની સેમિફાઈનલમાં પડકાર બની ઈંગ્લેન્ડ ઉભી છે. ત્યારે એ જોવાનું રસપ્રદ રહેશે કે,શું આર્જેન્ટીનાની ટીમ ફરી નેવી બ્લુ જર્સીમાં કમાલ કરતી જોવા મળશે. ( All Photo: Getty Images)
100 કરોડનું જેટ, 100 કરોડનું ઘર, 77 બેડરૂમની હોટલ, કલાકમાં કરોડોમાં કમાય છે મેસ્સી, જુઓ પરિવાર અહી ક્લિક કરો
