AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો, વારંવાર ટેકનિક ખામીથી ખેડૂતોએ જૂની પદ્ધતિથી વિતરણ ની કરી માગ- Video

ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો, વારંવાર ટેકનિક ખામીથી ખેડૂતોએ જૂની પદ્ધતિથી વિતરણ ની કરી માગ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2026 | 9:02 PM
Share

સાબરકાંઠામાં ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ ખેડૂતો માટે સમસ્યા બની છે. વારંવાર ટેકનિકલ ખામી અને સર્વર ડાઉનની સમસ્યાથી સમયસર ખાતર ન મળતાં ખેડૂતો રોષે ભરાયા છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખાતર વિતરણ માટે શરૂ કરવામાં આવેલી મોબાઇલ એપ્લિકેશનને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એપ્લિકેશનમાં વારંવાર ટેકનિકલ ખામીઓ અને સર્વર ડાઉનની સમસ્યાથી ખેડૂતો પરેશાન છે. આ જ ફરિયાદ સાથે અને સેવા સહકારી મંડળીઓના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જૂની પદ્ધતિથી ખાતર વિતરણ કરવા માગણી કરી.

સાબરકાંઠા જિલ્લામાં ખાતર વિતરણ માટે એપ્લિકેશનનો પાયલોટ પ્રોજેક્ટ અમલમાં તો મુકાયો પણ ખેડૂતોનો દાવો છે કે ટેક્નિકલ ખામી અને સર્વર ડાઉનના કારણે સમયસર ખાતર મળતુ નથી. વાવણીની સિઝનમાં ખાતર માટે રાહ જોવી પડે છે અને અને વારંવાર ધક્કા ખાવા પડતા હોવાથી ખેડૂતોમાં રોષ છે. ખેડૂતો અને વિવિધ સેવા સહકારી મંડળીઓના આગેવાનોઓએ સૂત્રોચ્ચાર કરી FSAS એપ્લિકેશનની વ્યવસ્થા દૂર કરવાની મગાણી કરી.

રામ મંદિરમાં ચોરી:કરોડો દેશવાસીઓની આસ્થા સાથે વિશ્વાસઘાત કરનારા કોણ છે? શુ મોટા માથા પકડાશે કે નાની માછલીઓને આગળ કરી દેવાશે?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">