બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, ચોમાસામાં પાણી ભરાવાની ભીતિ- Video
બોટાદની મધુ નદીમાં બાંધકામનો કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. પાલિકાની બેદરકારીના કારણે ચોમાસામાં નદીમાં પાણી ભરાવાનો અને પૂરની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો અને અપક્ષ કોર્પોરેટર તાત્કાલિક સર્વે કરી કચરો દૂર કરવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે
બોટાદ શહેરમાં ચોમાસા પૂર્વે જ એક ગંભીર બેદરકારી સામે આવી છે. વોર્ડ નંબર 8માંથી પસાર થતી મધુ નદીમાં મોટા પાયે માટી અને બાંધકામનો કચરો નાખવામાં આવતા. સ્થાનિકોમાં ભારે રોષની લાગણી છે. લોકોનો આક્ષેપ છે કે તુરખા રોડ પર ચાલી રહેલા માર્ગ નિર્માણમાં નીકળતો કચરો સીધો મધુ નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે. એક તરફ નદી-નાળાની સફાઈ પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે. તો બીજી તરફ નદીમાં કચરો નાખવાથી ચોમાસામાં પાણી ભરાવાની ભીતિ સર્જાઈ છે.
આ મામલે અપક્ષ કોર્પોરેટરે પણ વાંધો ઉઠાવતા માગ કરી છે કે તાત્કાલિક સ્થળ પર સર્વે કરીને નદીમાં નાખવામાં આવેલી માટી દૂર કરવામાં આવે. સાથે જે કોઈ કોન્ટ્રાક્ટર અથવા જવાબદાર એજન્સી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ત્યારે પાલિકા પ્રમુખનું કહેવું છે કે નદીમાં સરવે કરી ઝડપથી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે.
હાલ તો મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ છે. ચોમાસું હવે નજીક છે અને લોકો પાણી ભરાવાની સંભાવનાને લઈને ચિંતિત છે. મોટો સવાલ એ છે કે શું તંત્ર સમયસર કાર્યવાહી કરીને નદીનું પુરાણ અટકાવશે કે પછી ચોમાસા દરમિયાન પાલિકાની બેદરકારીની કિંમત સ્થાનિક લોકોને ચૂકવવી પડશે
રામ મંદિરમાં ચોરી:કરોડો દેશવાસીઓની આસ્થા સાથે વિશ્વાસઘાત કરનારા કોણ છે? શુ મોટા માથા પકડાશે કે નાની માછલીઓને આગળ કરી દેવાશે?
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
