ભારતના સૌથી અમીર ક્રિકેટર, ગુજરાતમાં છે અંબાણી કરતાં મોટું ઘર, પત્ની છે રૂપસુંદરી, જુઓ Photos
ભારતમાં ક્રિકેટ માત્ર રમત નથી, તે હવે એક વૈભવી ઉદ્યોગ બની ગયો છે. ઘણા ખેલાડીઓ ક્રિકેટ અને જાહેરાતો પરથી કરોડો રૂપિયાનો ધંધો કરી રહ્યા છે. જોકે, અમીરીની વાત કરીએ તો, એક ક્રિકેટર એવા છે જેમની સંપત્તિ અને શાહી જીવનશૈલી સામે બધા ધૂંધળી પડી જાય – બરોડાના મહારાજ સમરજીતસિંહ ગાયકવાડ.

સમરજીતસિંહ ગાયકવાડ માત્ર ક્રિકેટર જ નહીં, પણ ભારતના શાહી વારસાની પ્રતિમૂર્તિ પણ છે. તેઓ બરોડાના રાજવી પરિવારના વંશજ છે અને તેમની કુલ અંદાજિત સંપત્તિ ₹20000 કરોડ જેટલી છે.

તેમના ભવ્ય નિવાસસ્થાન લક્ષ્મી વિલાસ પેલેસની કિંમત જ લગભગ ₹25000 કરોડ છે – જે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતા પણ મોટું માનવામાં આવે છે.

બરોડાનું લક્ષ્મી વિલાસ પેલેસ દુનિયાનું સૌથી મોટું ખાનગી નિવાસ ગણાય છે. લગભગ 305 કરોડ ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલો આ પેલેસ 1875માં મહારાજા સયાજીરાવે બનાવાવ્યો હતો. અહીં 170 થી વધુ રૂમો, વિશાળ બગીચાઓ, ઘોડેસવારી માટેના મેદાનો, સ્વિમિંગ પૂલ અને ગોલ્ફ કોર્સ જેવી અદ્વિતીય સુવિધાઓ છે.

સમરજીતસિંહે દેહરાદૂનની દૂન સ્કૂલમાંથી શિક્ષણ લીધું અને પછી ઘણા વર્ષો સુધી બરોડાની રણજી ટીમ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો. તેમણે કુલ છ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. બાદમાં તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ રહ્યા. વર્ષ 2012માં તેઓ બરોડાના રાજગાદ પર બેસ્યા અને ત્યારથી રાજવી પરિવારના દૈનિક વ્યવસાય સંભાળી રહ્યા છે.

વર્ષ 2014માં સમરજીતસિંહ ભાજપમાં જોડાયા, જોકે રાજકારણમાં તેમનો પ્રવેશ વધુ સમય ચાલી શક્યો નહીં. 2017 પછી તેઓ રાજકીય રીતે સક્રિય નથી રહ્યા. હાલ તેઓ પરિવારના ટ્રસ્ટ અને શૈક્ષણિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓના સંચાલનમાં વ્યસ્ત છે. તેમનો ટ્રસ્ટ ગુજરાત અને વારાણસીમાં 17થી વધુ મંદિરો સંભાળે છે.

મહારાજ સમરજીતસિંહની પત્ની રાધિકારાજે પણ રાજવી કુળમાંથી છે. વાંકાનેરના રાજવી પરિવારમાં જન્મેલી રાધિકારાજેના પિતા ડૉ. રણજીતસિંહ ઝાલા 'ભારતના ચિત્તા મેન' તરીકે ઓળખાતા પર્યાવરણવિદ અને IAS અધિકારી રહ્યા છે. રાધિકારાજે દિલ્લી યુનિવર્સિટીની વિદ્યાર્થી રહી અને ત્રણ વર્ષ સુધી પત્રકાર તરીકે પણ કામ કર્યું. તેઓ આજે પણ વિવિધ સામાજિક અને પર્યાવરણ સંકળાયેલા કામમાં વ્યસ્ત રહે છે.

સમરજીતસિંહના પરિવારમાં રવિ વર્માના અમૂલ્ય ચિત્રો, સોનાં-ચાંદીના દાગીના અને અન્ય શાહી વારસા સામેલ છે. આ બધું તેમને તેમની અદ્વિતીય ભવ્યતા અને સમૃદ્ધિનું દ્રષ્ટાંત બનાવે છે.
હાઈસ્કૂલની પ્રેમિકા સાથે લગ્ન, ચલાવે છે કરોડોનો બિઝનેસ, ઓલરાઉન્ડરની સુંદર અને સ્માર્ટ પત્ની વિશે જાણવા અહીં ક્લિક કરો..
