AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂપચાપ ભારત આવી રહ્યું છે વિદેશોમાંથી સોનું? RBIના ખજાનામાં ‘સોનાની ચમક’, આંકડો જાણીને ચોંકી જશો

ભારતના સોનાની ચમક સામે બધું જ ઝાંખું પડી ગયું છે! RBI પાસે હવે એટલું સોનું છે કે આંકડો સાંભળીને જ ભલભલા દેશો પરસેવો છોડી દેશે. માત્ર 2વર્ષમાં શેર ડબલ થઈ ગયો છે અને વિદેશોમાંથી ટન બંધ સોનું ભારત પાછું લાવવામાં આવી રહ્યું છે. આખરે શું છે ભારતનો આ નવો આર્થિક માસ્ટરપ્લાન?

| Updated on: Jun 02, 2026 | 3:16 PM
Share
RBIના ગોલ્ડ રિઝર્વની વેલ્યુ અત્યારે આકાશને આંબી ગઈ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કિંમત આશરે ₹11 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે! વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં આવેલી તેજી અને ડૉલર સામે રૂપિયાની નબળાઈના કારણે માત્ર એક જ વર્ષમાં RBIના ગોલ્ડ રિઝર્વની કિંમતમાં આશરે 64% નો તોતિંગ વધારો થયો છે.

1 / 7
ચલણમાં રહેલી કરન્સીને સપોર્ટ કરનારા RBIના ઇશ્યૂ ડિપાર્ટમેન્ટ પાસે રાખવામાં આવેલા સોનાનું મૂલ્ય 64.1% વધીને ₹3,88,147.13 કરોડ થઈ ગયું છે. બીજી તરફ, બેંકિંગ ડિપાર્ટમેન્ટ પાસે રહેલા સોના અને ગોલ્ડ ડિપોઝિટ્સનું મૂલ્ય પણ 63.6% ના ઉછાળા સાથે ₹7,06,162.36 કરોડ પર પહોંચી ગયું છે.

2 / 7
આ આંકડો કોઈ જાદુથી ઓછો નથી. માર્ચ 2026ના અંત સુધીમાં RBIના કુલ સોનાની કિંમત ₹9,42,699 કરોડ હતી, જે 22 મે 2026 સુધીમાં એટલે કે માત્ર 2 જ મહિનામાં વધીને આશરે ₹10,98,889 કરોડ (લગભગ 11 લાખ કરોડ) થઈ ગઈ! આ અચાનક થયેલા વધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજારની રમત જવાબદાર છે.

3 / 7
RBIના વાર્ષિક રિપોર્ટ અનુસાર, 31 માર્ચ 2026 સુધીમાં તેની પાસે 880.52 મેટ્રિક ટન સોનું હતું. આશ્ચર્યની વાત એ છે કે ગયા વર્ષ કરતાં સોનાના જથ્થામાં માત્ર 0.94 ટનનો મામૂલી વધારો થયો હતો, પરંતુ તેની કિંમતોમાં જે રોકેટ ગતિએ ઉછાળો આવ્યો તેણે આખા ખજાનાનું ચિત્ર બદલી નાખ્યું.

4 / 7
છેલ્લા 2 વર્ષમાં ભારતના વિદેશી હૂંડિયામણ (Forex Reserve)માં સોનાનો હિસ્સો બમણા કરતાં પણ વધુ થઈ ગયો છે. માર્ચ 2026ના અંત સુધીમાં RBIની નેટ ફોરેન એસેટ્સ (NFA)માં સોનાની ભાગીદારી વધીને 17.2% એ પહોંચી ગઈ છે, જે માર્ચ 2024માં માત્ર 8.3% હતી.

5 / 7
ભારત હવે પોતાનું સોનું પોતાના જ ઘરમાં સુરક્ષિત રાખવાની ગુપ્ત રણનીતિ પર કામ કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં 168.06 મેટ્રિક ટન સોનું વિદેશોમાંથી ભારત લાવવામાં આવ્યું છે. આ પહેલા પણ 2 વર્ષમાં 200 ટનથી વધુ સોનું ભારત પરત લાવવામાં આવ્યું હતું. હાલમાં 880.52 ટનમાંથી 367.73 ટન સોનું ભારતમાં જ સુરક્ષિત છે.

6 / 7
સોનાની સાથે સાથે ભારતનો કુલ વિદેશી હૂંડિયામણ ભંડાર રૂપિયાના હિસાબે 14.7% વધીને ₹65.54 લાખ કરોડ થઈ ગયો છે. જોકે ડૉલરના હિસાબે આ વધારો 3.4% જ રહ્યો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક બજારની ઉથલપાથલ વચ્ચે પણ ભારતીય રિઝર્વ બેંકે પોતાની પકડ મજબૂત રાખી છે.

7 / 7

હવામાન વિભાગની સૌથી મોટી ચેતવણી, 1600 KM લાંબી આફત! દેશના 17 રાજ્યોમાં કુદરતનો પ્રકોપ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો

જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !

Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર

અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ

Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ

Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!

મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત

દાહોદમાં વાવાઝોડાનો કહેર ! કાર્નિવલ મેળાનો ગેટ તૂટ્યો, દુકાનો પણ તૂટી

વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદે લીધો બે લોકોનો ભોગ

Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!

g clip-path="url(#clip0_868_265)">