Dussehra 2023 :રાવણને હતી સોનાની લંકા, છતા આ ઇચ્છાઓ રહી ગઇ અધૂરી, જાણો દશાનનના અધૂરા સપના વિશે
ગયા, દશેરાના અવસર પર દેશ ભરમાં ઠેક ઠેકાણે રાવણના પૂતળા બાળવામાં આવે છે અને રાવણ દહન કરવામાં આવે છે અને ખુશીઓ મનાવામાં આવે છે. રાવણનો અંત અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. પરંતુ રાવણ પણ ખૂબ જ જ્ઞાની હતો. તે પોતાના જ્ઞાનના અભિમાનથી આંધળો થઈ ગયો હતો. એવું કહેવાય છે કે તે તેના દુષ્ટ કાર્યોને રામના હાથે તેનું મોત થયું.પરંતુ અઢળક સંપતિના માલિક ધન કુબેરના ભાઇ દશાનનના પણ કેટલાક સપના હતા જે અધુરા રહી

રાવણનો અંત અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. પરંતુ રાવણ પણ ખૂબ જ જ્ઞાની હતો. તે પોતાના જ્ઞાનના અભિમાનથી આંધળો થઈ ગયો હતો. એવું કહેવાય છે કે તે તેના દુષ્ટ કાર્યોને રામના હાથે તેનું મોત થયું.તમને જણાવી દઈએ કે, રાવણ પોતાના જીવનમાં કેટલાક કાર્યોને પૂરા કરવા ઈચ્છતો હતો, પરંતુ તેની ઈચ્છા પૂરી થાય તે પહેલા જ તેનો અંત આવી ગયો. આવો જાણીએ રાવણની તે ઈચ્છાઓ વિશે જે અધૂરી રહી ગઈ…

રાવણ ઇચ્છતો હતો કે લોકો ભગવાન રામની પૂજા કરવાનું છોડી દે અને તેમની પૂજા કરે. પરંતુ રાવણની આ ઈચ્છા પૂરી થઈ શકી નહીં.

રાવણને સોનાની વસ્તુઓનો ખૂબ શોખ હતો. તે સોનામાં સુગંધ ભરવા ઇચ્છતો હતો, જેથી સોનાની સુગંધ દ્વારા, તે ગમે ત્યાં પડેલું સોનું સરળતાથી મેળવી શકે.

રાવણને પૃથ્વીથી સ્વર્ગ સુધી સીડી બનાવવાનું સ્વપ્ન હતું. તે ઈચ્છતો હતો કે દરેક વ્યક્તિ તે સીડીઓ ચઢીને પૃથ્વી પરથી સ્વર્ગમાં જાય. પોતાનું સપનું પૂરું કરવા માટે રાવણે સીડીઓ બનાવવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ તેનું સપનું પૂરું થાય તે પહેલા જ રાવણનું મૃત્યુ થઈ ગયું અને તેનું સપનું અધૂરું રહી ગયું.

રાવણનું એક સ્વપ્ન હતું કે દારૂમાંથી આવતી દુર્ગંધને દૂર કરે, જેથી દરેક વ્યક્તિ દારૂ પી શકે અને પોતાના જીવનનો આનંદ માણી શકે.

રાવણ સમુદ્રના પાણીને મીઠું બનાવવા માંગતો હતો, જેથી પીવાના પાણીની સમસ્યાનો અંત આવે.

રાવણની એક ઈચ્છા હતી કે તે લોહીના લાલ રંગને સફેદ કરે. તેમનું માનવું હતું કે જો લોહી સફેદ થઈ જશે તો કોઈ લોહી જોઈ શકશે નહીં.