ભારતના આ નવાબની જાહોજલાલી એટલી હતી કે પોતાના માટે બનાવડાવ્યુ હતુ પ્રાઈવેટ રેલવે સ્ટેશન, પાર્ટીશન સમયે શાહી ખજાનામાંથી મળ્યા 2700 કરોડ
ભારતના આ નવાબની નવાબી ગજબની હતી. અમીરી એટલી હતી કે મહેલમાં ટ્રેન ચાલતી હતી અને ખુદના માટે પ્રાઈવેટ રેલવે સ્ટેશન બનાવ્યુ હતુ. તેના શાહી ખજાનામાં હતા 2700 કરોડ, સોના-ચાંદીની મઢેલા પલંગ પર સૂતો હતો.

તમે પહાડો થી લઈને જંગલ સુધી, રણપ્રદેશથી લઈને મેદાનો સુધી દેશના ખૂણે ખૂણે આજે અનેક ટ્રેન દોડી રહી છે. પરંતુ એક ટ્રેન એવી પણ છે કે જે સીધી મહેલ સુધી લઈ જાય છે. આ શાહી ટ્રેનનો રસ્તો રામપુર મહેલની અંદર આવેલો છે.

રામપુરના નવાબ એટલા અમીર હતા તે તેમણે તેમના માટે પ્રાઈવેટ રેલવે લાઈન નખાવી હતી. ટ્રેન તેમના મહેલ સુધી આવતી હતી. મહેલનું એક પોતાનું એક રેલવે સ્ટેશન પણ હતુ જ્યાંથી તેમની ટ્રેનો ચાલતી હતી. રામપુર રિયાસતના 9માં નવાબ હામિદ અલી ખાને તેમના મહેલમાં પ્રાઈવેટ રેલવે સ્ટેશન બનાવ્યુ હતુ. મિલક થી રામપુર વચ્ચે 40 કિલોમીટરની લાંબી રેલવે લાઈન બિછાવી હતી.

નવાબે આ રેલવે સ્ટેશન પર દોડાવવા માટે વર્ષ 1925માં બરોડા સ્ટેટ રેલ બિલ્ડર્સ પાસે 4 કોચની ટ્રેન બનાવડાવી હત. ટ્રેનનુંં નામ સૈલુન રાખવામાં આવ્યુ હતુ. આ તેમની ખુદની પર્સનલ ટ્રેન હતી. જેમા રાજાની જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ રહેતી. આ ટ્રેનમાં બેડરૂમથી લઈને ડાઈનિંગ રૂમ પણ હતી. કિચન અને મનોરંજનના સાધનો પણ ઉપલબ્ધ હતા. ચાર કોચવાળી આ ટ્રેનમાં નવાબની સાથોસાથ તેમના સેવાદારો જેવા ગાર્ડ્સ, નોકર-ચાકર, રસોઈયા વગેરે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

રામપુરના નવાબ જ્યારે પણ યાત્રા માટે બહાર જતા ત્યારે તેઓ પોતાની ટ્રેનમાં મુસાફરી કરતા હતા. આ ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા તેમણે સરકારને તેની જાણ કરવી પડતી હતી. નવાબ પાસેથી માહિતી મેળવ્યા પછી, તેમની ટ્રેનને સંબંધિત ટ્રેન સાથે જોડી દેવામાં આવતી હતી. જેના દ્વારા તેઓ મુસાફરી કરતા હતા. આઝાદી પછી પણ, તેમણે તેમની ખાનગી ટ્રેન દ્વારા મુસાફરી શરૂ રાખી હતી. બાદમાં, સુરક્ષા કારણોસર, તેમણે આ યાત્રા બંધ કરવી પડી.

ભાગલા પછી, નવાબ સાહેબે તેમની ટ્રેનની મદદથી લોકોને પાકિસ્તાન જવા માટે મદદ કરી. 1954 માં, તેમણે તેમની ટ્રેનના બે કોચ સરકારને આપ્યા. બાકીના બે કોચ તેમણે પોતાની પાસે રાખ્યા, પરંતુ તેમના મૃત્યુ પછી, તેમના 'સલૂન' ની ચમક ઝાંખી પડી ગઈ. ધીમે ધીમે તેમનું રેલવે સ્ટેશન પણ બંધ થઈ ગયું. આજે પણ, તેમની ટ્રેન રામપુર મહેલમાં પડી છે. દરવાજા અને બારીઓ બંધ છે. લોકો તેને જોવા માટે આવતા હતા. લોકોએ આ રેલવે સ્ટેશનનું નામ નવાબ રેલવે સ્ટેશન રાખ્યું. કોર્ટ સર્વેમાં, આ રેલવે સ્ટેશનની કિંમત 113 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ હતો.

રામપુરના રાજવી પરિવારમાં મિલકત માટે લાંબી લડાઈ ચાલી હતી. છેલ્લા નવાબ અલી ખાન બહાદુરની 2700 કરોડ રૂપિયાની સંપત્તિ નું વિભાજન દેશની સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી જ શક્ય બન્યું હતું. રામપુરના નવાબ પાસે સોના અને ચાંદીનો ભંડાર હતો, તેમનો શાહી ખજાનો સંપત્તિથી ભરેલો હતો. મહેલમાં હજુ પણ સોના અને ચાંદીથી બનેલા પલંગ અને સિંહાસન જોઈ શકાય છે.
Amreli: આંબરડી સફારી પાર્કમાં સાતમ-આઠમની રજાઓમાં સિંહ દર્શન માટે ઉમટ્યા પર્યટકો, 6500 વધુ પ્રવાસીઓ આવ્યા
