AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli: આંબરડી સફારી પાર્કમાં સાતમ-આઠમની રજાઓમાં સિંહ દર્શન માટે ઉમટ્યા પર્યટકો, 6500 વધુ પ્રવાસીઓ આવ્યા

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારોનું ઘણુ મહત્વ છે. આ દરમિયાન મીની વેકેશન જેવો માહોલ હોવાથી લોકો ફરવા માટે નીકળી પડતા હોય છે. ત્યારે આ વર્ષે સાતમ આઠમના તહેવારો દરમિયાન 3 દિવસમાં 6500 થી વધુ પર્યટકોએ સફારી પાર્કની મુલાકાત લઈ સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2025 | 4:45 PM
Share

સૌરાષ્ટ્રમાં સાતમ આઠમની રજાઓમાં લોકો કોઈ કુદરતી રમણિય સ્થળે ફરવા માટે નીકળી પડે છે. આ વર્ષે આ તહેવારોમાં ધારી આંબરડી સફારી પાર્કમાં વરસાદી માહોલ હોવા છતા હજારો પ્રવાસીઓ ઉમટ્યા હતા. સાતમ-આઠમ અને નોમ સહિતના ત્રણ દિવસમાં 6500 થી વધુ પર્યટકોએ સફારી પાર્કની મુલાકાત લઈ સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો.

દેશની શાન ગણાતા સાવજ સહીત અન્ય વન્યપ્રાણીઓ અહીં સફારી પાર્કમાં રાખવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં તહેવારોમાં પર્યટકો ઉમટી પડ્યા હતા. જન્માષ્મી તહેવાર સાતમ આઠમ રવિવાર આ ત્રણ દિવસમાં અમરેલી, બોટાદ, ભાવનગર, સહીત જિલ્લામાં 6500થી વધુ પર્યટકોએ આંબરડી સફારી પાર્કમાં મુલાકાત લીધી હતી. અનેક લોકોએ સફારીનો લાભ લીધો હતો જયારે આ પાર્કમાં બાળકો યુવાનો મહિલાઓ સહીત મોટી સંખ્યામાં પરિવારના લોકો ઉમટી પડ્યા હતા.

સફારી પાર્ક અને ખોડિયાર ડેમ પર ટુરિસ્ટનો ભારે ઘસારો જોવા મળ્યો

અમરેલી જિલ્લામાં આવેલ ધારી નજીક આંબરડી સફારી પાર્કમાં સિંહ હરણ સહીત વન્યપ્રાણીઓ અલગ અલગ અહીં રાખવામાં આવ્યા છે ઉપરાંત નજીકમાં જ ખોડિયાર ડેમ, ખોડિયાર મંદિર સહીત ધાર્મિક પ્રવાસન સ્થળ પણ હોવાથી લોકોની વધુ ભીડ જોવા મળી રહી છે.

વરસાદી માહોલ વચ્ચે પ્રયટકો ઉમટ્યા

જન્માષ્ટમી તહેવારમાં સૌથી વધુ ધારી ગીર જંગલ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. છતાં પર્યટકોની અવર જ્વર આંબરડી પાર્કમાં જોવા મળી હતી. વરસાદના માહોલ વચ્ચે પણ લોકોએ આંબરડી સફારી પાર્કમાં આનંદ માણતા જોવા મળ્યા હતા.

Input Credit- Jaydev Kathi- Amreli

ભારતના આ નવાબની જાહોજલાલી એટલી હતી કે પોતાના માટે બનાવડાવ્યુ હતુ પ્રાઈવેટ રેલવે સ્ટેશન, પાર્ટીશન સમયે શાહી ખજાનામાંથી મળ્યા 2700 કરોડ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">