જાણો રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા કેટલા ભણેલા છે, ‘રાજનીતિ’માં લીધી છે આ ડિગ્રી
મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અટારી ગામના રહેવાસી છે અને હાલમાં તેઓ ભરતપુરના રાજેન્દ્ર નગરમાં રહે છે. તેઓ ભાજપના જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ યુવા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

પહેલીવાર રાજસ્થાનના મુખ્યમંત્રી બનેલા ભજનલાલ વિશે દેશમાં દરેક વ્યક્તિ વધુને વધુ જાણવા માંગે છે. તેમના શિક્ષણ અને તેમના અનુભવોની પણ ચર્ચા થઈ રહી છે. અહીં આવો અમે તમને તેમના શિક્ષણ અને સંઘર્ષ વિશે માહિતી આપી રહ્યા છીએ.

રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા 2003માં ભાજપ સામે નદબઈથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. આ પહેલા તેઓ સરપંચની ચૂંટણી પણ લડ્યા હતા અને હારી ગયા હતા. ભજનલાલ શર્માને બે બાળકો છે, જેમાંથી એક ડૉક્ટર છે જે જયપુરમાં રહે છે. ભજનલાલને ટ્રેડિંગનો બિઝનેસ છે.

ભજનલાલ શર્માના શિક્ષણ વિશે વાત કરીએ તો તેમણે પોલિટિકલ સાયન્સ વિષયમાં તેમને પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. તેમની પાસે M.A (Politics)ની ડિગ્રી છે. તેમણે રાજસ્થાન યુનિવર્સિટી, જયપુરમાંથી MA પોલિટિકસનો અભ્યાસ કર્યો છે.

તેમણે 1993માં નોન કોલેજિયેટમાંથી (Non Col) આ ડિગ્રી લીધી હતી. 56 વર્ષના ભજનલાલે 1989માં MSJ કોલેજ ભરતપુરમાંથી BAનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેણે રાજસ્થાન બોર્ડમાંથી વર્ષ 1984માં 10મું અને વર્ષ 1986માં 12મું પાસ કર્યું હતું.

ભાજપ તરફથી તેઓ પહેલીવાર જયપુરના સાંગાનેર જેવી સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડ્યા અને તેઓ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા છે. જણાવી દઈએ કે ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાતની સાથે જ દિયા કુમારી અને ડૉ.પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા છે.
