Budget 2024 : દેશના નાણામંત્રીના છેલ્લા 5 વર્ષના વસ્ત્રો પરિધાન, ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં રજૂ કર્યા છે બજેટ
Finance Minister Nirmala Sitharaman : નિર્મલા સીતારમણ પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી છે, જેમણે જુલાઈ 2019થી પાંચ સંપૂર્ણ બજેટ રજૂ કર્યા છે. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ સૌથી વધુ 10 વખત બજેટ રજૂ કર્યા હતા.

નિર્મલા સીતારમણ આ વખતે એટલે કે વર્ષ 2024માં તેમનું છઠ્ઠું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ વખતે તેણે બ્લુ તેમજ ક્રીમ કલરની સાઉથ ડિઝાઈનની સાડી પહેરી છે.

નિર્મલા સીતારમણે નાણામંત્રી બન્યા પછી પહેલું બજેટ વર્ષ 2019માં રજૂ કર્યું હતું. ત્યારે તેને લાઈટ પિન્ક કલરની અને ગોલ્ડન કસબના તાર વાળી બોર્ડર કરેલી સાડી પહેરી હતી.

તેમને દેશનું બીજું બજેટ વર્ષ 2020માં જાહેર કર્યું હતું. ત્યારે તેમણે પીળા કલરની સિલ્કની સાડી પહેરી હતી.

નાણામંત્રી સીતારમણે ત્રીજું (વર્ષ-2021) બજેટ રજૂ કરતી વખતે ખાદી કોટન સાડી પહેરી હતી. તેની આ સાડીમાં વ્હાઈટ અને લાલ કલરનું કોમ્બિનેશન જોવા મળ્યું હતું.

નિર્મલા સીતારમણે ચોથું બજેટ (વર્ષ-2022) રજૂ કર્યું ત્યારે તેને કથ્થઈ અને ડાર્ક મરુન કલરની સાડી પહેરી હતી.

વર્ષ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણે લાલ સાડી પહેરી હતી. સાડીમાં બ્લેક અને ગોલ્ડન કલરની બોર્ડરની સાથે ત્રિકોણ આકારની ભૌમિતિક ડિઝાઈન પણ જોવા મળી રહી છે.
