મોદી કેબિનેટ 3.0 : મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો ગુજરાતના કયા મંત્રીને મળ્યું કયું ખાતું

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના મંત્રીઓના ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી જે સાંસદોનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેમને કયા ખાતા ફાળવવામાં આવ્યા છે તેના વિશે આ લેખમાં જાણીશું.

| Updated on: Jun 10, 2024 | 9:34 PM
ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટાઈ આવેલા સાંસદ અમિત શાહને મોદી કેબિનેટમાં ફરી ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે. ગત ટર્મમાં પણ અમિત શાહ પાસે ગૃહ મંત્રાલય હતું.

1 / 6
ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ એસ.જયશંકરને પણ ફરીથી વિદેશ મંત્રાલય જ આપવામાં આવ્યું છે. વિદેશ નીતિઓમાં મહત્વની કામગીરી કરવા બદલ તેમના પર ફરી ભરોસો મુકવામાં આવ્યો છે. જયશંકર મોદી સરકારના બીજા કાર્યકાળમાં વિદેશ મંત્રી પણ હતા.

2 / 6
મનસુખ માંડવિયાની વાત કરીએ તો, તો તેમને મોદી કેબિનેટ 3.0માં શ્રમ અને રોજગાર ઉપરાંત યુથ અને રમતગમત મંત્રી બનાવવામાં આવ્યા છે. મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા બેઠક પરથી મોટી લીડથી ચૂંટણી જીત્યા છે.

3 / 6
આ વખતે કેબિનેટમાં સામેલ થનાર મોટું નામ જેપી નડ્ડા છે. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ અત્યાર સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. હવે તેમને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.

4 / 6
ગુજરાતના નવસારીના સાંસદ અને પીએમ નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા સીઆર પાટીલે પ્રથમ વખત મોદી કેબિનેટમાં એન્ટ્રી લીધી છે. તેઓ ગુજરાત પ્રદેશ પ્રમુખ હતા. સીઆર પાટિલને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે.

5 / 6
ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સાંસદ બનેલા નિમુબેન બાંભણીયાને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય આપવામાં આવ્યું છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">