PHOTOS: 970 કરોડના ખર્ચે તૈયાર થયું નવું સંસદ ભવન, સુંદરતા જોઈ તમારી આંખો અંજાઈ જશે
નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે. પીએમ મોદી 26 મેના રોજ તેનું ઉદ્ઘાટન કરી શકે છે. આ દિવસ તેમના માટે ખૂબ જ ખાસ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરી શકે છે. આ ઈમારતની સુંદરતા એવી છે કે તેને જોઈને તમારી આંખો અંજાય જશે. આ સમાચારમાં અમે તમને આ ભવનની વિશેષતાઓથી પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ. (PC-PTI)

સૂત્રોએ જણાવ્યું કે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે. પીએમ મોદી 26 મેના રોજ તેનું ઉદ્ઘાટન કરી શકે છે. 26 મેના રોજ મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને આ દિવસ તેમના માટે ખૂબ જ ખાસ છે. (PC-PTI)

નવી સંસદ ભવન 970 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ચાર માળ આ ઈમારતની જબરદસ્ત વિશેષતા છે. (PC-PTI)

64,500 ચોરસ મીટરમાં ફેલાયેલા આ નવા સંસદ ગૃહમાં 1224 સાંસદો માટે બેઠક વ્યવસ્થા છે. તેના ત્રણ મુખ્ય દરવાજા છે. તેમને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર નામ આપવામાં આવ્યું છે. PM મોદીએ 2020માં નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. (PC-PTI)

આ નવા સંસદ ભવનમાં કોન્સ્ટિટ્યુશન હોલ, ડેમોક્રેટિક હેરિટેજ, ડાઇનિંગ એરિયા, પાર્કિંગ સ્પેસ જેવી સુવિધાઓ છે. ભારતીય બંધારણની મૂળ નકલ તેના બંધારણ સભાખંડમાં રાખવામાં આવી છે. તેમાં એક પુસ્તકાલય, અનેક મીટિંગ રૂમ છે. (PC-PTI)

આ ઉપરાંત આ નવા સંસદભવનમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષ ચંદ્ર બોઝ અને દેશના અન્ય વડાપ્રધાનોની તસવીરો રાખવામાં આવશે. આ સિવાય બીજી પણ ઘણી સુવિધાઓ છે. (PC-PTI)

મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભારતીય જનતા પાર્ટીએ એક વિશેષ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી 30 મેના રોજ આ અભિયાનની શરૂઆત કરશે. બીજી રેલી 31 મેના રોજ યોજાશે. બીજેજીના નેતાઓ દેશભરમાં 51 રેલીઓ કરશે. આ સિવાય 396 લોકસભા સીટો પર જનસભાઓ યોજાશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, ભાજપના નેતાઓ, સાંસદો અને ધારાસભ્યો તમામ આ રેલીઓ અને જાહેર સભાઓમાં ભાગ લેશે. (PC-PTI)