‘PhonePe’ ભારતીય બજારમાં ધમાલ મચાવવા તૈયાર, જલ્દી જ આટલો મોટો IPO લાવશે
ભારતની અગ્રણી ડિજિટલ પેમેન્ટ કંપની ફોનપે ટૂંક સમયમાં તેનો આઈપીઓ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જાણો કંપની ક્યારે આઈપીઓ લોન્ચ કરશે અને કેટલું ફંડ એકત્ર કરી શકે છે.

અગ્રણી ફિનટેક કંપની ફોનપે આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ, કંપની ઓગસ્ટ 2025માં આ ઇશ્યૂ માટે ફાઇલ કરી શકે છે. વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે, વોલમાર્ટની માલિકીની આ કંપની આ ઇશ્યૂમાંથી $1.5 બિલિયન એટલે કે લગભગ રૂ. 12,500 કરોડ એકત્ર કરી શકે છે.

દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ પ્રોવાઇડર ફિનટેક કંપની ફોનપે ભારતમાં IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે, કંપની ઓગસ્ટમાં સેબીને પ્રાથમિક દસ્તાવેજો સબમિટ કરશે. રિપોર્ટસ અનુસાર, 'PhonePe'ના IPOની સાઇઝ ઘણી મોટી હશે. કંપની આ ઇશ્યૂ દ્વારા $1.5 બિલિયન એટલે કે લગભગ રૂ. 12,500 કરોડ એકત્ર કરશે.

વોલમાર્ટની માલિકીની 'PhonePe'એ તેના IPO ઓફરિંગને મેનેજ કરવા માટે કોટક મહિન્દ્રા, JPMorgan Chase & Co, Citigroup Inc અને Morgan Stanley નો સંપર્ક કર્યો છે.

કંપની સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર, કંપની IPO પ્રક્રિયાને આગળ વધારવા માટે 'ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ' સબમિટ કરવાની યોજના બનાવી રહી છે.

'ફોનપે'ની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી અને આજે તે ભારતમાં UPI પ્લેટફોર્મ પરની સૌથી મોટી કંપની બની ગઈ છે. કંપની પાસે 610 મિલિયન (61 કરોડ) થી વધુ રજિસ્ટર્ડ યુઝર્સ છે. કંપની દરરોજ ₹340 મિલિયન (34 કરોડ રૂપિયા)ની આસપાસ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરે છે.

વર્ષ 2023માં, કંપનીએ રિબિટ કેપિટલ, ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ અને ટીવીએસ કેપિટલ ફંડ્સ પાસેથી $100 મિલિયન એકત્ર કર્યા, જેનાથી કંપનીનું મૂલ્ય $12 બિલિયન જેટલું આંકવામાં આવ્યું છે.

'ફોનપે'ની આ IPO યોજના ભારતના ફિનટેક ક્ષેત્રમાં એક મોટું પગલું છે. જો આ IPO સફળ થાય છે, તો તે કંપનીને વધુ વિસ્તરણ કરવાની અને નવા ક્ષેત્રોમાં રોકાણ કરવાની તક આપશે.
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો
