કોલ રેકોર્ડિંગ કરવાની આ ટ્રિક તમે નહીં જાણતા હોવ ! સામેની વ્યક્તિને પણ નહીં પડે ખબર
સ્માર્ટફોનમાં કોલ રેકોર્ડિંગ સુવિધા ઉપલબ્ધ છે. જો કે, જ્યારે કોલ રેકોર્ડ થાય છે, ત્યારે બીજી વ્યક્તિને એક જાહેરાત સંભળાય છે અને તેને ખબર પડે છે કે તમે કોલ રેકોર્ડ કરી રહ્યા છો. તમે સેટિંગ્સમાં કેટલાક ફેરફારો કરીને આને રોકી શકો છો.

હાલમાં, ભારતીય બજારમાં હાજર સ્માર્ટફોનમાં ઘણી જબરદસ્ત સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમજ સ્માર્ટફોનમાં કોલ રેકોર્ડિંગ સુવિધા ઉપલબ્ધ છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કોલ પર છો અને તેમાં કોઈ વાતચીત ચાલી રહી છે, જે પછીથી તમારા માટે ઉપયોગી થઈ શકે છે, તો તમે તે કોલ રેકોર્ડ કરી શકો છો. જોકે તમે કોલ રેકોર્ડ કરો છો, ત્યારે તમે અને સામેની વ્યક્તિ બંને એક જાહેરાત સાંભળાય છે, જે કહેશે કે કોલ રેકોર્ડ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે કોઈને કહ્યા વિના તમારી વાતચીત રેકોર્ડ કરવા માંગો છો ત્યારે સમસ્યા ઊભી થાય છે. ત્યારે આજે અમે તમને એક એવી ટ્રિક જણાવીશું જેની મદદથી તમે કોઈ પણ વ્યક્તિનો કોલ રેકોર્ડ કરી શકશો અને સામેની વ્યક્તિને તેની ખબર પણ નહીં પડે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોનના સેટિંગ્સમાં એક વિકલ્પ છે, જેના પર ક્લિક કરીને તમે કોલ રેકોર્ડિંગ દરમિયાન મળતી જાહેરાતને સરળતાથી બંધ કરી શકે છે, તેના માટે માત્ર તમારે ફોનના સેટિંગ્સમાં જવાનું રહેશે

જો તમે પણ નથી ઇચ્છતા કે કોલ રેકોર્ડ કરતી વખતે બીજી વ્યક્તિને સૂચનાઓ મળે, તો તમારા સ્માર્ટફોનમાં કોન્ટેક્ટ એપ ખોલો.

હવે તમને રાઇડમાં ત્રણ ડોટ આઇકોન દેખાશે. તેના પર ક્લિક કરો.

આ પછી તમારે સેટિંગ માટે આવતા વિકલ્પ કોલ સેટિંગ્સ પર જવુ પડશે .

અહીં તમારે કોલ રેકોર્ડિંગ સેટિંગ્સ માટે આપેલા વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારી સામે ઘણા બધા વિકલ્પો આવશે. આમાંથી તમને ડિસ્ક્લેમરને બદલે પ્લે ઓડિયો ટોનનો વિકલ્પ મળશે. તેની સામે આવતા ટૉગલ પર ક્લિક કરીને તેને બંધ કરો.

આ પછી, જ્યારે તમે કોલ રેકોર્ડ કરશો, ત્યારે તમને બંને બાજુ બીપનો અવાજ સંભળાશે. આનાથી સામેની વ્યક્તિને ખબર નહીં પડે કે આ અવાજ શેના માટે હતો અને તમે કોલ સરળતાથી રેકોર્ડ કરી શકશો.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
