Perfume Tips : પરફ્યુમ ખરીદતી વખતે માત્ર ‘સુગંધ’ પર જ નહીં, પરંતુ આ વસ્તુઓ પર પણ કરો ફોકસ

Perfume Buying Tips : ઉનાળામાં ડિઓડરન્ટ્સ અને પરફ્યુમની વધારે જરૂર હોય છે. જે પરસેવાથી થતી દુર્ગંધને દૂર રાખે છે. પરફ્યુમની ખરીદી કરતી વખતે આપણું સંપૂર્ણ ધ્યાન તેની સુગંધ પર હોય છે પરંતુ તે પૂરતું નથી, કેટલીક અન્ય બાબતો છે જે તમારે ખાસ કરીને પરફ્યુમ અથવા ડિઓડરન્ટની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ

| Updated on: Jun 19, 2024 | 2:02 PM
પરફ્યુમ ખરીદતા પહેલા તેમાં એસિડની માત્રા ચેક કરવી ખૂબ જ જરૂરી છે. એસિડની વધુ માત્રામાં હોય તો શરીર પર ખંજવાળ, ચકામા, દાણા-દાણા જેવી ફોલ્લીઓ વગેરે થઈ શકે છે.

1 / 6
પરફ્યુમ કેટલું અસરકારક છે અને તમારી સ્કિન માટે યોગ્ય છે કે નહીં તે ચેક કરવા માટે તેને તમારા કાંડા પર લગાવો. જો તે જગ્યા પર દસ મિનિટ સુધી કોઈ ખંજવાળ કે કાળા ડાઘ ન પડે તો, તેનો અર્થ એ છે કે તે તમારી ત્વચા માટે તે પરફ્યુમ પરફેક્ટ છે.

2 / 6
પરફ્યુમ ખરીદતા પહેલા સ્ટોરની બહાર તેની સુગંધને ટેસ્ટ કરો. કારણ કે સ્ટોરની અંદરનું એર કન્ડીશનીંગ પરફ્યુમની સુગંધને અસર કરે છે. વળી ત્યાં એટલી બધી સુગંધ ફેલાયેલી હોય  છે કે પસંદ કરેલા પરફ્યુમની સુગંધ બરાબર ઓળખી શકાતી નથી.

3 / 6
ઉનાળામાં ધૂળ, માટી, ગંદકી, પરસેવો સાંજ સુધીમાં આખા શરીરને દુર્ગંધયુક્ત બનાવી દે છે. આવી સ્થિતિમાં તમારા શરીરના નેચરલ કેમિકલની સાથે મેળ ખાતા પરફ્યુમ તમારા માટે વધુ સારા સાબિત થશે.

4 / 6
ઉનાળામાં હાઈ કોન્સનટ્રેશન સાથે પરફ્યુમ પસંદ કરવું જોઈએ. જેથી તે ગરમી અને ભેજનો સામનો કરી શકે.

5 / 6
જો તમને ત્વચા પર બળતરા થાય છે, તો પરફ્યુમનો ઉપયોગ તરત જ બંધ કરી દેવો જોઈએ.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">