IND vs ENG: સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવવા ટીમ ઈન્ડિયાએ તૈયાર કર્યો પ્લાન, આ મોટી નબળાઈનો ઊઠવાશે ફાયદો!

T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમીફાઈનલમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે છે. ઈંગ્લેન્ડ આસાન પડકાર નથી. પરંતુ ટીમ ઈન્ડિયાનો એક પ્લાન છે, જેનો ઉપયોગ તેઓ ઈંગ્લેન્ડને હરાવવા માટે ઢાલ તરીકે કરશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી, જે ઈંગ્લેન્ડ પર અલગ દબાણ બનાવવાનું કામ કરશે.

IND vs ENG: સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવવા ટીમ ઈન્ડિયાએ તૈયાર કર્યો પ્લાન, આ મોટી નબળાઈનો ઊઠવાશે ફાયદો!
India vs England
Follow Us:
| Updated on: Jun 26, 2024 | 11:56 PM

T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડના પડકારનો સામનો કરવો પડશે. ઈંગ્લેન્ડની ટીમે ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ટીમ સતત ચોથી વખત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ રમવા જઈ રહી છે. અને સૌથી ઉપર ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આ આંકડાઓ જોયા બાદ ઈંગ્લેન્ડ આપોઆપ જ ટીમ ઈન્ડિયા પર હાવી દેખાય છે. પરંતુ, બધું લાગે છે તેવું નથી. ઈંગ્લેન્ડની પણ કેટલીક નબળાઈઓ છે, જે છુપાવી શકાય તેમ નથી અને ટીમ ઈન્ડિયાની નજર પણ તેના પર જ છે. તેને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમે સેમીફાઈનલ માટે પોતાનો પ્લાન તૈયાર કર્યો છે.

ટીમ ઈન્ડિયાનો પ્લાન શું છે?

સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો પ્લાન ઈંગ્લેન્ડની નબળાઈઓ પર એટેક કરવા સાથે સંબંધિત છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની નબળાઈઓને નિશાન બનાવવા માંગે છે, જેણે તેમને ગ્રુપ સ્ટેજમાં પરેશાન કર્યા હતા. હા, ઈંગ્લેન્ડ ભલે સેમીફાઈનલમાં પહોંચી ગયું હોય, પરંતુ તેઓ કેવી રીતે પહોંચ્યા એ બધા જાણે છે. ટૂર્નામેન્ટમાં એક સમય એવો હતો જ્યારે ઈંગ્લેન્ડનું ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવાનું જોખમ હતું, કારણ કે તેની નબળાઈઓ તેની રમત પર પ્રભુત્વ ધરાવતી હતી. ઈંગ્લેન્ડની આ નબળાઈઓ તેના બેટિંગ અને બોલિંગ વિભાગ સાથે સંબંધિત હતી.

ભારત ઈંગ્લેન્ડની નબળાઈ પર નજર રાખશે

એમાં કોઈ શંકા નથી કે ઈંગ્લેન્ડ મજબૂત ટીમ છે. પરંતુ, ટુર્નામેન્ટમાં હજુ સુધી તેમનો ટીમ તરીકે દબદબો જોવા મળ્યો નથી. તેમણે ચોક્કસપણે મેચ જીતી છે, પરંતુ માત્ર એક કે બે ખેલાડીઓના બળ પર. અત્યાર સુધી એવું નથી લાગતું કે ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓ ફોર્મમાં છે. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયા સામે 200 પ્લસ રનના ટાર્ગેટનો પીછો કરવામાં અથવા તો દક્ષિણ આફ્રિકા સામે 164 રનના ટાર્ગેટનો પીછો કરવામાં તે સફળ થઈ શકી નથી. ઈંગ્લેન્ડની આ નિષ્ફળતાઓ એ બતાવવા માટે પૂરતી છે કે તેમની બેટિંગ લાઈનઅપમાં ખામી છે.

આજનું રાશિફળ તારીખ : 29-06-2024
ભારત કે દક્ષિણ આફ્રિકા, જીતે કોઈ પણ, ઈતિહાસ જરૂર રચાશે
શું તમારે તમારું આખું જીવન ગરીબીમાં પસાર કરવું પડશે? જાણો અમીર બનવાની 5 ટિપ્સ
ચોમાસુ આવી ગયું, વીજળી પડે તો બચવા માટે કરો આ કામ, જુઓ વીડિયો
હિના ખાનને છે બ્રેસ્ટ કેન્સર,જાણો તેના શરૂઆતી લક્ષણો
Travel Tips : સુરતની નજીક આવેલું છે આ હિલ સ્ટેશન, જુઓ ફોટો

આ પણ વાંચો: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બોલ ટેમ્પરિંગના આરોપ પર ભારતીય કેપ્ટન રોહિત શર્માનો જડબાતોડ જવાબ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">