રોહિત શર્મા સદી તો ન કરી શક્યો પણ તોડ્યા આ 5 રેકોર્ડ, યુવરાજ સિંહ અને વિરાટ કોહલી બંનેને પાછળ છોડી દીધા
રોહિત શર્માએ T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય કેપ્ટને તોફાની બેટિંગ કરી અને 41 બોલમાં 92 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. રોહિત શર્માનો સ્ટ્રાઈક રેટ 224 હતો અને તેના બેટમાંથી 8 છગ્ગા અને 7 ચોગ્ગા આવ્યા હતા. રોહિત શર્મા આ મેચમાં સદી ફટકારવામાં ચૂકી ગયો હતો પરંતુ તેણે કેટલાક એવા રેકોર્ડ પોતાના નામે કર્યા જે ખરેખર આશ્ચર્યજનક છે. રોહિતે તેની ઈનિંગ્સમાં વિરાટ કોહલી અને યુવરાજ સિંહ જેવા દિગ્ગજોને પછાડ્યા હતા. આવો તમને જણાવીએ કે રોહિત શર્માએ કયા રેકોર્ડ બનાવ્યા હતા.
Most Read Stories